દેવઘર: ઝારખંડના રોપવે અકસ્માતમાં 46 કલાક બાદ આખરે રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થઈ ગયું છે. આ દરમિયાન 47 લોકોને બચાવવામાં આવ્યા. જ્યારે 3 લોકોના મોત થયા. આજે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટ્રોલીમાંથી એક મહિલા નીચે પડી ગઈ. જે સમયે મહિલા ટ્રોલીમાંથી પડી તે સમયે મહિલાનો જમાઈ અને અન્ય એક સંબંધી ગ્રાઉન્ડ ઝીરો પર વાટ જોઈ રહ્યા હતા. આ મહિલાનું મોત નિપજ્યું છે. ત્રણમાંથી 2 વ્યક્તિઓના મોત રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોપવે અકસ્માત મામલે ઝારખંડ હાઈકોર્ટે પણ સૂઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ ડો. રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદની બેન્ચે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે સમગ્ર ઘટના પર રાજ્ય સરકાર પાસે જવાબ માંગતા મામલાની સુનાવણી માટે 26 એપ્રિલની તારીખ નક્કી કરી છે. 


ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી


Scary Video: પૂરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કૂદાવી સ્કૂટીને લીધુ ઝપેટમાં, કાચાપોચા ન જુએ આ ડરામણો વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube