હિસારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી હરિયાણાની આદમપુર સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં પોતાની ડિપોઝિટ ન બચાવી શકી અને તેની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. આપના ઉમેદવાર સતિંદર સિંહને માત્ર 3413 મત મળ્યા અને તે પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નહીં. હાર બાદ આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રભારી ડો. સુશીલ ગુપ્તાએ હાર સ્વીકાર કરતા કહ્યુ કે આમ આદમી પાર્ટી આદમપુરના મતદાતાઓના આદેશનો સ્વીકાર કરે છે. જનતાનો આદેશ થયો છે કે લોકોની વચ્ચે જઈને વદુ મહેનત કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ ગુપ્તાએ કહ્યુ કે લોકો આમ આદમી પાર્ટીને વ્યવસ્થા પરિવર્તન માટે જાણે છે, તેથી પેટાચૂંટણીની રાજકીટ લડાઈને આમ આદમી પાર્ટી માટે યોગ્ય ન માની. પરંતુ આ ચૂંટણીથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે હરિયાણામાં વિપક્ષની જગ્યા ખાલી છે અને ભાજપને હરાવવા કોંગ્રેસ અને ભૂપેન્દ્ર હુડ્ડાના હાથની વાત નથી. તેથી આમ આદમી પાર્ટી હવે 2024માં વ્યવસ્થા પરિવર્તન અને સરકાર બનાવવાના લક્ષ્યને લઈને લોકો વચ્ચે જશે. 


નોંધનીય છે કે આદમપુર પેટાચૂંટણીની મતગણતરીમાં 15 હજારથી વધુ મતોથી ભાજપના ઉમેદવાર ભવ્ય બિશ્નોઈની જીત થઈ છે. ભવ્ય બિશ્નોઈએ દરેક 13 રાઉન્ડમાં લીડ જાળવી રાખી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જય પ્રકાશ બીજા સ્થાન પર રહ્યા. મત ગણતરી પૂરી થયા બાદ પ્રકાશે કહ્યુ કે તે 2024માં થનારી ચૂંટણી આદમપુરથી લડશે. 


આ પણ વાંચોઃ શું ગુજરાતમાં વર્કપ્લેસ પર મહિલાઓનું યૌનશોષણ થાય છે? કેવી છે નોકરિયાત મહિલાઓની હાલત?


ભવ્યના સમર્થકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન
ભવ્યની જીત બાદ તેમના સમર્થકોએ નારેબાજી અને ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી હતી. નોંધનીય છે કે ભજન લાલના નાના પુત્ર કુલદીપ બિશ્નોઈએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આદમપુર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આદમપુર સીટ પર વર્ષ 1968થી ભજન લાલ પરિવારનો કબજો છે. આદમપુર સીટથી દિવંગત પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલે નવ વખત, તેમના પત્ની જસ્મા દેવીએ એક વાર તથા તેમના પુત્ર કુલદીપે ચાર વખત ચૂંટણી જીતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube