Desi Jugaad News: પહેલાં તો લોકો ખેતરમાં પૂતળું રાખી દેતા હતા. જોકે, લાંબા સમય બાદ પણ આનો કોઈ ફાયદો ન થતા દેશી જુગાડ કાઢવામાં આવ્યો છે. જે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ખબર છેકે પાક નિષ્ફળ થવાની સમસ્યા પક્ષી, ગાય-ભેંસ જેવા જાનવરોના કારણે વધારે રહે છે. એવામાં મોટા મોટા ખેતરમાં આખો દિવસ તડકામાં ઊભું રહેવું મુશ્કેલી ભર્યું છે. ખેતરથી પક્ષીઓને દૂર રાખવા માટે ખેડૂતે એક દેશી ડિવાઈઝનો ઉપયોગ કર્યો છે. આ પહેલાં પણ આ પ્રકારનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં શેર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક બચાવવા માટે ખેડૂતનો જુગાડ
ખેતરમાં પક્ષીઓ પાક બરબાદ ના કરે, એટલા માટે ખેડૂતે એક અનોખા ઉપકરણનો ઉપયોગ કર્યો છે. આ ડિવાઈઝથી ખેતરમાં સતત અવાજ આવતો રહે છે, જેનાથી પક્ષીઓ દૂર જ રહે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છેકે ખેતરની વચ્ચે પક્ષીઓને ભગાવવા માટે પંખાની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પંખાની મોટર સાથે એક લોખંડની ચેન બાંધવામાં આવી છે, જ્યારે આ ચાલે છે ત્યારે સ્ટીલના ડબાને વારંવાર હીટ કરે છે, જેના કારણે જોર જોરથી અવાજ આવે છે. 


આધાર કાર્ડમાં જન્મતારીખ બદલવા માટે આ ડોક્યુમેન્ટની પડશે જરૂર


ઘરે બેઠા પાસપોર્ટ માટે કરો એપ્લાય, ઝડપથી થઈ જશે તમારું કામ


બાળકના જન્મ પછી કેટલા સમય પછી સેક્સ કરવું? નિષ્ણાતનો અભિપ્રાય ખાસ જાણો


ખેડૂતની નાની ટ્રીક આવી કામ
ખેડૂતોએ પક્ષીઓથી પાકને બચાવવા માટે આ ઉત્તમ શોધ કરી છે. ખાલી ડબાથી નીકળતો અવાજ સાંભળીને આજુ બાજુમાં રહેલા પક્ષીઓ ઉડી જાય છે. એક માત્ર નાની એવી ટ્રીકથી ખેડૂત કે તેમના પરિવારના સદસ્યોને આખો દિવસ ખેતરમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો જુગાડ લાઈફ હેક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, સરળ પ્રક્રિયા.. સોશ્યલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube