COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Why To Buy CNG Car Over Petrol Car: સીએનજીના વધતા જતા ભાવ વચ્ચે હજુ પણ લોકોના મનમાં એક સવાલ છે કે શું સીએનજી સસ્તી પડે કે હવે પેટ્રોલ જ સારી. જો કોઇ વ્યક્તિ બજારમાં કાર ખરીદવા જાય છે તો તેની પાસે પેટ્રોલ કાર, ડીઝલ કાર, હાઇબ્રિડ કાર, સીએનજી કાર અને ઇલેક્ટ્રિક કાર ખરીદવાના વિકલ્પ હોય છે. તેમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કાર ખૂબ પહેલાંથી જ બજારમાં લોકોની પસંદ બની છે પરંતુ હવે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કાર પણ લોકોને પસંદ આવી રહી છે. પરંતુ જો પેટ્રોલ અને સીએનજી કાર પર નજર કરીએ તો થોડા સમયમાં આ બંને ઇંધણોની કિંમતમાં વધારો થવાના કારણે લોકો વધુ કંફ્યૂજ થઇ ગયા છે કારણ કે બંને વિકલ્પોમાંથી કોની પસંદગી કરે અને કઇ કાર ખરીદે. 


પહેલાં પેટ્રોલના મુકાબલે સીએનજીની કિંમત ખૂબ ઓછી હોય છે પરંતુ થોડા દિવસોમાં સીએનજીના ભાવમાં ભરખમ વધારો જોવા મળ્યો છે, જેથી આ બંનેની કિંમતોમાં અંતર ઘટ્યું  છે. પરંતુ તેમછતાં પણ લોકો માટે સીએનજી કાર ખરીદવ સારો વિકલ્પ હોય છે. કારણ કે સીએનજીની કિંમત ભલે વધી હોય પરંતુ તે હજુ પણ પેટ્રોલના મુકાબલે ખૂબ ઓછી છે. દેશના ઘણા ભાગમાં પેટ્રોલ 96 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, જો સીએનજીની કિંમત 75 રૂપિયાની આસપાસ છે. 


પેટ્રોલ-ઈલેક્ટ્રિક, CNG કાર છોડો...આ કાર જુઓ, માત્ર 30 રૂપિયામાં 100 KM દોડશે


ભૂક્કા બોલાવી રહ્યું છે સોનું, સતત વધી રહ્યા છે ભાવ....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ


જબરદસ્ત કમાણી, આ બિઝનેસથી દર મહિને કમાઈ શકો છો 2 લાખ રૂપિયા, જાણો વિગતો


એવામાં જોવા જઇએ તો સીએનજીની કિંમત વધ્યા બાદ પણ પેટ્રોલ કરતાં ખૂબ સસ્તુ છે. આ ઉપરાંત સીએનજી કાર માઇલેજ વધુ આપે છે. માની લો કે જો કોઇ પેટ્રોલ કાર 1 લીટરમાં 15 કિલોમીટર ચાલે છે તો બીજી તરફ એ જ કારનું સીએનજી વેરિએન્ટ પણ આવે છે, તો તે સીએનજી વેરિએન્ટવાળી કારની માઇલેજ 20-22 કિલોમીટરની હોય. એટલું જ નહી, સીએનજીથી ચાલનાર વાહન પેટ્રોલથી ચાલનાર વાહનોના મુકાબલે ઓછું પ્રદૂષણ કરે છે. આ દ્રષ્ટિએ પણ પેટ્રોલ કારોના મુકાબલે સીએનજી કાર વધુ સારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube