નવી દિલ્હીઃ લગ્નની સીઝન ચાલી રહી છે. હંમેશા મહેમાનો અને પરિવારજનો વર-કન્યાને આ પ્રસંગે ગિફ્ટ આપે છે. કોઈ ઘરેણા આપે તો કોઈ કપડા. ઘણા એવા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે જેમાં વર-કન્યાને મનોરંજન માટે વેલણ, ઝાડૂ, ડાયપર વગેરે આપવામાં આવે છે. પરંતુ મધ્ય પ્રદેશના છતરપુરમાં એક એક દેવરે પોતાની નવી ભાભીને એવી ગિફ્ટ આપી કે પોલીસે તેની ધરપકડ કરી લીધી. તો તેની ભાભી અને પરિવારજનોની મુશ્કેલી પણ વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી ભાભીને દેવરે આપ્યો તમંચો
મધ્ય પ્રદેશ પોલીસે ભાભીને ગિફ્ટ આપનાર દેવરની ધરપકડ કરી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે લગ્ન કરી સાસરીમાં આવનાર એક યુવતીને તેના દેવરે ગિફ્ટમાં તમંચો આપ્યો હતો. એટલું જ નહીં ભાઈને તમંચો આપતી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તસવીરમાં દેવર-ભાઈ હસ્તા જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ! પરણેલાઓમાં વધી રહ્યા છે લફરાં, મજા માટે હવે અપનાવે છે આ નવું ગતકડું


પાછળ પડી ગઈ પોલીસ
આ છતરપુર જિલ્લાના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનનો મામલો છે. યુવકે ભાભીને ખુશ કરવા માટે તમંચો ભેટમાં આપ્યો અને તેનો ફોટો અપલોડ કરી દીધો. આ તસવીર ખુબ વાયરલ થઈ ગઈ હતી. પોલીસે આ વાયરસ તસવીર પર પગલાં ભર્યા અને પરિવારજનો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. જે ઘરમાં લગ્નની ખુશીનો માહોલ હતો ત્યાં યુવકની ધરપકડ બાદગ ઉદાસીનો માહોલ છે. 


મુશ્કેલીમાં મુકાયો પરિવાર
આ ઘટના બાદ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. લગ્ન કરી સાસરે આવનાર યુવતીની પણ પોલીસ પૂછપરછ કરી શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશન અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો વાયરલ થઈ રહેલી તસવીરની પણ તપાસ કરવામાં આવી રહી છે.