નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો વરસાવી રહ્યાં છે. જ્યારે પક્ષોને પોતાની તરફ ખેંચવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી. મંગળવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પીએમ મોદીએ એક જનસભામાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના વખાણ કર્યા હતાં મોદી દ્વારા જેડીએસ પ્રમુખના વખાણ થયા બાદ તરત જ ભાજપ અને જેડીએસમાં ગઠબંધનની ચર્ચાઓ થવા લાગી. જો કે દેવગૌડાએ સ્પષ્ટતા કરી કે જેડીએસ ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતા દળ (સેક્યુલર) પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું કે વડાપ્રધાન ભલે તેમના ગમે તેટલા વખાણ કરે, પરંતુ ભાજપ સાથે ગઠબંધનનો કોઈ સવાલ ઊભો થતો નથી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે પીએમ મોદીએ તેમનો ઉલ્લેખ કર્ણાટક સરકાર પર કટાક્ષ કરતા કર્યો હતો. દેવગૌડાએ જણાવ્યું કે સિદ્ધારમૈયા જે રીતે કર્ણાટકના લોકોનું અપમાન કરતા તે બતાવવા માટે નરેન્દ્ર મોદીએ તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એ વાતનો એ અર્થ નથી કે જેડીએસ અને ભાજપ વચ્ચે કોઈ પ્રકારનું ગઠબંધન કે સમજૂતિ થઈ છે.


કર્ણાટક: PM મોદીએ અચાનક કટ્ટર વિરોધી એચડી દેવગૌડાના વખાણ કેમ કર્યા?


મોદીએ રાહુલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે "તમને શું લાગે છે. જો તેમનો મિજાજ આ પ્રકારનો છે... અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે.... આ તો જીવનની હજુ શરૂઆત જ છે... જો તમે અત્યારથી જ આમ કરો તો આવનારા દિવસોમાં કેટલા ખરાબ હશે તે તમને તમારી હરકતોથી ખબર પડી જશે". વડાપ્રધાને કહ્યું કે આવા અહંકારી નેતાઓ સાથે કોંગ્રેસ પાર્ટી લોકતંત્ર માટે એક 'મોટો ખતરો' છે.


પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં મતભેદ હોઈ શકે છે પરંતુ સાર્વજનિક જીવનમાં મર્યાદા હોય છે. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો અહંકાર હોઈ શકે છે પરંતુ સામાજિક જીવનમાં કેટલાક મૂલ્ય હોય છે. તેમણે પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા તેમને માટીનો લાલ, ખેડૂત પુત્ર ગણાવ્યાં. પીએમ મોદી, જિડીએસની મજબુત પકડવાળા વિસ્તારોમાં થયેલી રાહુલની રેલીઓના ભાષણ તરફ સંકેત કરી રહ્યાં હતાં. રાહુલે પોતાના સંબોધનમાં દેવગૌડા પર હુમલો કરતા તેમની પાર્ટીને ભાજપની ' બી ટીમ' ગણાવી હતી.


સિદ્ધારમૈયા પર સાધ્યું નિશાન
દેવગૌડાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ટિપ્પણી કે જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપનું સમર્થન કરશે તેની ટિકા કરી. તેમણે દાવો કર્યો કે જ્યારે સિદ્ધારમૈયા જેડીએસમાં હતાં ત્યારે તેઓ 2004માં ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનવા માંગતા હતાં. દેવગૌડાના અપમાનને લઈને રાહુલ ગાંધીની મોદી દ્વારા આલોચનાનું લગભગ સમર્થન કરતા તેમણે કહ્યું કે એક કન્નડિગા વડાપ્રધાન બન્યા હતાં અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તે કન્નડિગાના ગૌરવને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ રીતે કન્નડ ગૌરવને સન્માન આપે છે.