મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ દાવો કર્યો છે કે બહુ જલદી રાજ્યમાં સરકારની રચના કરી લેવામાં આવશે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ દાવો કર્યો છે કે બહુ જલદી રાજ્યમાં સરકારની રચના કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે કોઈ અન્યની ટિપ્પણી પર કશું બોલશે નહીં.
'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?
દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું કોઈ અન્યની સરકાર બનાવવાને કરવામાં આવેલી ટિપ્પણી પર કશું બોલીશ નહીં. તેમણે કહ્યું કે મારે ફક્ત એટલું કહેવાનું છે કે નવી સરકારની રચના જરૂર થશે અને તેનો મને વિશ્વાસ છે.
કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ
આ અગાઉ મુખ્યમંત્રી ફડણવીસે ભાજપના અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં બંને નેતાઓની આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.
જુઓ LIVE TV