રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામમાં  પ્રભુ શ્રીરામના દર્શન કરનારાઓનો જાણે સૈલાબ આવી ગયો છે. અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલદી મંદિર પહોંચીને ભગવાન શ્રીરામના દર્શન કરવા માંગે છે. આજે સવારથી જ શ્રીરામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના મુખ્ય દ્વાર બહાર મોડી રાતથી  ભક્તોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ. 2 વાગ્યાથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા. ભીડમાં રહેલા લોકો ગેટ સામે જય શ્રી રામના નારા લગાવીને મંદિરની અંદર દાખલ થઈ રહ્યા છે. દેશભરથી શ્રદ્ધાળુઓના ઉમટવાનો ક્રમ ચાલુ છે. આ સાથે જ અયોધ્યાના સ્થાનિકો પણ દર્શન અને પૂજા માટે રામ મંદિર પહોંચી રહ્યા છે. બધાની ઈચ્છા છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી સવારે તેઓ દર્શન કરે અને રામલલ્લાની પૂજા કરે. 



મળતી માહિતી મુજબ ભક્તોની ભારી ભીડના પગલે અયોધ્યામાં હોટલ-લોજ ફૂલ થઈ ગયા છે. અનેક હોટલોએ રૂમના ભાડા વધારી દીધા છે. બે અઠવાડિયા પહેલેથી જ લોકોએ 23 જાન્યુઆરી અને તેની આગળની તારીખો માટે 80 ટકાથી વધુ રૂમ બુક કરી લીધા હતા.