Kedarnath મંદિરની પૂજા માટે જલ્દી શરૂ થસે ઓનલાઇન બુકિંગ, સહેલાઇથી થશે દર્શન
બદ્રિનાથ તીર્થ બોર્ડ બાદ હવે કેદરનાથ મંદિરની યાત્રા માટે પણ વહેલી તકે ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે. બદ્રિનાથ-કેદરનાથ મંદિર સમિતિ(BKTC)એ તીર્થ સ્થાનના પૂજા કાઉન્ટરને સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ કરી દીધી છે. સમિતિની વેબસાઇટનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. અને ત્યાર બાદ કેદરનાથ મંદિરની પૂજા માટે વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવશે.
નવી દિલ્હી: બદ્રિનાથ તીર્થ બોર્ડ બાદ હવે કેદરનાથ મંદિરની યાત્રા માટે પણ વહેલી તકે ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે. બદ્રિનાથ-કેદરનાથ મંદિર સમિતિ(BKTC)એ તીર્થ સ્થાનના પૂજા કાઉન્ટરને સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ કરી દીધી છે. સમિતિની વેબસાઇટનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. અને ત્યાર બાદ કેદરનાથ મંદિરની પૂજા માટે વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. કેદરનાથ મંદિરમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાને કારણે ઓનલાઇન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
કેદરનાથ દર્શન માટે જલ્દી શરૂ થશે ઓનલાઇન બુકિંગ
National Informatics Centre (NIC)ની મદદથી બદ્રિનાથ મંદિર દ્વારા પહેલાથીજ ઓનલાઇન બુકિંગ શરૂ કરી લેવામાં આવી છે. શુક્રવારે NICની ટીમે કેદરનાથ પહોંચનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયેલા નોધપાત્ર વધારાને કારણે સીસ્ટમ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી રહ્યો છે. અત્યારે એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે વેબસાઇટ દ્વારા બુકિંગ થઇ રહ્યું છે કે નહિ.
લતા મંગેશકરે PM મોદીને કહ્યું, તમારા આવવાથી દેશની છબી બદલાઈ
10.42 લાખ લોકોએ બદ્રિનાથના દર્શન કર્યા
મંદિર સમિતિના રેકોર્ડ અનુસાર આ વર્ષે શુક્રવાર સુધીમાં 10.42 લાખ લોકોએ બદ્રિનાથના દર્શન કર્યા છે. આ સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ વધારો થયો છે. ગત વર્ષે લગભગ 9.09 લાખ લોકોએ મંદિરના દર્શન કર્યા હતા.
બિહારમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધી 14ના મોત, પટણામાં ચારેબાજુ પાણી જ પાણી
PM મોદીના દર્શન બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયો વધારો
મંદિર સમિતિના લોકો અને અધિકારીઓનું માનવું છે કે દેરનાથ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુફામાં ધ્યાન કરવા પહોંચ્યા હતા ત્યાર બાદથી અહિંયા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.