નવી દિલ્હીઃ Go First Plane Update:  નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગો ફર્સ્ટ એરલાયન્સને (Go First Airlines) નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ડીજીસીએએ વિમાન કંપનીને કારણ દર્શાવો નોટિસ ફટકારી પૂછ્યુ છે કે કેમ 50 યાત્રીકોને લીધા વગર વિમાન બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ ગયું. DGCA એ ગો ફર્સ્ટ એરલાયન્સના અધિકારીઓને જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ  પર GoFirstની ફ્લાઇટ  54 મુસાફરોને છોડીને ઉડી ગઈ હતી. આ તમામ લોકો બસ દ્વારા પ્લેન તરફ આવી રહ્યા હતા. જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરો બેંગલુરુથી દિલ્હી જતી GoFirst ફ્લાઈટ G8-116માં બેસી રહ્યા હતા. મુસાફરોને વિમાનમાં લઈ જવા માટે કુલ ચાર બસો મોકલવામાં આવી હતી. પ્રથમ બે બસો આગળ વધી હતી. 


બોરવેલ અકસ્માતો રોકવા સુપ્રીમ કોર્ટ ગંભીર, જાહેર કરી ગાઇડલાઇન, જાણો મહત્વની વાતો


યાત્રીકોને ફ્રી ટિકિટની કરી જાહેરાત
એરલાયન્સે કહ્યું કે અમારી સાથે થયેલી અસુવિધા માટે અમે તમારા ધૈર્યની પ્રશંસા કરીએ છીએ અને તેને મહત્વ આપીએ છીએ. આ અસુવિધાના બદલામાં કંપનીએ તમામ પ્રભાવિત યાત્રીકોને આગામી 12 મહિનામાં કોઈપણ ઘરેલું ક્ષેત્રમાં યાત્રા માટે ફ્રી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. 


સંબંધિત સ્ટાફ પર કાર્યવાહી
આ સિવાય એરલાયન્સે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પૂછપરછ ચાલુ રહેવા સુધી આ મામલા સાથે જોડાયેલ તમામ સ્ટાફ રોસ્ટરથી બહાર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube