નવી દિલ્હી : ઇથોપિયન એરલાઇન્સનાં વિમાન બોઇંગ 737 800 મેક્સનાં ક્રેશ બાદ સમગ્ર વિશ્વમાં આ વિમાન મુદ્દે ખોફનું વાતાવરણ છે. ચીન અને ઇથોપિયન એરલાઇન્સે બોઇંગ 737 800 મેક્સ મેકનાં તમામ વિમાનોની ઉડ્યન પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ભારત એવિએશન રેગુલેટર DGCA મેક્સ વિમાન મુદ્દે સુરક્ષા નિર્દેશો બહાર પાડ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, રવિવારે ઇથોપિયન એરલાઇન્સનું વિમાન બોઇંગ 737 800 મેક્સ ક્રેશ થઇ ગયું હતું, જેમાં 149 મુસાફરો અને 8 ક્રુ મેમ્બર્સનાં મોત થયા હતા.  બીજી તરફ 29 ઓક્ટોબરે જ બોઇંગ 737 800 મૈક્સ વિમાન દુર્ઘટનાનો શિકાર થયો હતો, જેમાં 189 મુસાફરોનાં મોત નિપજ્યા હતા.  આ વિમાન ઇન્ડોનેશિયાની લાયન એલાઇન્સનો હતો. 

ભારતમાં આ બંન્ને એરલાઇન્સ પાસે છે બોઇંગ 737 800 મેક્સ વિમાન
પાંચ મહિનાના ટુંકા ગાળામાં બોઇંગ 737-800 મેક્સ મેકનાં બે વિમાન ક્રેશ થઇ ચુક્યો છે. ત્યાર બાદ સમગ્ર વિશ્વ આ વિમાનોનાં પ્રયોગ મુદ્દે ખોફમાં છે. ખોફ એટલો છે કે બે એરલાઇન્સે બોઇગ 737-800 મેક્સ મેકનાં તમામ વિમાનોને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ડીજીસીએ પણ આ વિમાનોનાં પ્રયોગ મુદ્દે સુરક્ષા નિર્દેશ ઇશ્યું કર્યા છે. 

સુત્રો અનુસાર સોમવારે મોડી રાત્રે કે મંગળવારે સવારે ડીજીસીએ પણ ભારતમાં આ વિમાનોનાં પ્રયોગ મુદ્દે દિશા નિર્દેશ ઇશ્યું કરી શકે છે. ઉલ્લે્ખનીય છે કે, ભારતમાં સ્પાઇસ જેટ અને જેટ એરવેઝ બે એવી એરલાઇન્સ છે, જે હાલના સમયમાં બોઇગ 737-800 મેક્સ વિમાનનો ઉપયોગ કરી રહી છે. જેમાં જેટ જેટ એરવેઝ બે એવી એરલાઇન્સ છે જે વર્તમાનમાં બોઇગ 737-800 મેક્સ વિમાનનો ઉપયોગ કરે છે. જેમાં જેટ એરવેઝ પાસે 5 અને સ્પાઇસ જેટ એરલાઇન્સ પાસે 13 વિમાન છે.