ભારત પાસે છે 2 Corona Vaccine, જેના વિશે આજે થશે મોટી જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus) ના વધતા સંક્રમણની વચ્ચે કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઈને આજે રવિવારે મોટી જાહેરાત થઈ શકે છે. સવારે 11 વાગ્યે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની પ્રેસ કોન્ફરસમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin) ના ઈમરજન્સી ઉપયોગની અધિકારિક જાહેરાત થવાની શક્યતા છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ના વધતા સંક્રમણની વચ્ચે કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઈને આજે રવિવારે મોટી જાહેરાત થઈ શકે છે. સવારે 11 વાગ્યે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની પ્રેસ કોન્ફરસમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin) ના ઈમરજન્સી ઉપયોગની અધિકારિક જાહેરાત થવાની શક્યતા છે.
2 વેક્સીનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના વેક્સીનને લઈને બનેલી એક્સપર્ટ કમિટીએ ગત 48 કલાકમાં બે વેક્સીનને દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. કમિટીએ વર્ષના પહેલા દિવસે કોવિશિલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને પરમિશન આપી છે.
કોવેક્સીન સંપૂર્ણ સ્વદેશી વેક્સીન
ઉલ્લેખનીય છે કે, કોવેક્સીન સમગ્ર રીતે સ્વદેશી છે અને તેને ભારત બાયોટેક કંપનીએ બનાવે છે. આ વેક્સીન હૈદરાબાદની લેબમાં તૈયાર કરવામાં આવી છે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે. અને ભારતમાં તેનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Success Story : ખેડૂત પુત્રથી બાલાજી વેફરના એમડી સુધીની સફર, 1 લાખ ખેડૂતોને આપે છે રોજીરોટી
બંને વેક્સીનને DCGI ની મંજૂરીની રાહ છે
એક્સપર્ટ કમિટીએ શુક્રવારે કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી હતી, પરંતુ વેક્સીનને DCGI ની મંજૂરીની રાહ છે. કોવિશીલ્ડની જેમ કોવેક્સીનને પણ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા DCGI ની અંતિમ મંજૂરીની રાહ જોવી પડશે. DCGI ની અંતિમ મંજૂરી મળતા જ બંને વેક્સીનનો ભારતમાં ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
દેશભરમાં શનિવારે કરાઈ ડ્રાય રન
કોવિડ કાળમાં વેક્સીનેશનની પ્રક્રિયાને લઈને શનિવારે દેશભરમાં ડ્રાય રન એટલે એક પ્રકારની મોક ડ્રિલ કરવામાં આવી. દેશના 125 જિલ્લામાં બનેલ 286 કેન્દ્રોમાં વેક્સીનેશનની પ્રોસેસને લઈને ડ્રાય રન કરવામાં આવી હતી. દિલ્હીમાં ડ્રાય રનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ખુદ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધન હાજર રહ્યાં. વેક્સીન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને લાગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં આગામી સપ્તાહથી કોરોના વેક્સીનનો ઈમરજન્સી ઉપયોગ શરૂ થઈ શકે છે.