નવી દિલ્હી : પેટ્રોલનાં ભાવમાં રવિવારે 76.24 રૂપિયા પ્રતિ લિટરનાં રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ. બીજી તરફ ડીઝલ 67.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જે તેનાં અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર છે. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ આજે 33 પૈસા પ્રતિ લીટર તથા ડિઝલનાં ભાવ 26 પૈસા પ્રતિ લીટર વધ્યા. જાહેર પેટ્રોલિયમ કંપનીનાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલોની કિંમતોમાં ચાર અઠવાડીયાથી આવેલી તેજીનો બોઝ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લીધો છે. જો કે સરકારે હવે સંકેત આપ્યા છે જેમાં લાગે છે કે આગામી સમયમાં ભાવમાં ઘટાડો કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સ્થાયી સમાધાન કાઢવા માટેનો પ્રયાસ પણ કરવામાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ - ડિઝલનાં ભાવોમાં વધારાનાં મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હું સ્વીકાર કરવા માંગુ છું કે દેશનાં નાગરિકો, ખાસ કરીને મિડલ ક્લાસ ઇંધણની કિંમતોમાં થયેલ વધારાથી પરેશાન છે. ઓપેક દેશોમાં તેલનાં ઓછા ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાનાં કારણે ભાવ વધી ગયા છે. ભારત સરકાર ટુંકમાં જ તેનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે, જ્યારથી અમેરિકાએ ઇરાન સાથે થયેલા ન્યુક્લિયર ડીલમાંથી હાથ ખેંચ્યા છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે. 

દિલ્હીનાં ભાવ તમામ મહાનગરો તથા મહત્તમ રાજ્યો રાજધાનીની તુલનામાં સૌથી ઓછા છે. આજનાં વધારા બાદ દિલ્હીનાં પેટ્રોલનાં ભાવ અત્યાર સુધીની ઉચ્ચત સપાટી પર પહોંચી ચુક્યા છે. અગાઉ 14 સપ્ટેમ્બર, 2013નાં દિવસે તે 76.06 રૂપિયા પ્રતિ લિટર થયો હતો. બીજી તરફ ડિઝલનાં ભાવ પણ સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. દરો સ્થાનિક વેચાણ કર અથવા વેટનાં હિસાબથી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે.