ધનબાદ: ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક શાળાએ વિદ્યાર્થીને માત્ર એટલા માટે કાઢી મૂક્યો કારણ કે તે ભાજપના નેતાનો પુત્ર હતો. પાંડરપાલામાં રહીશ સૈયદ મહતાબ આલમે આઝાદ નગર સ્થિત એક ખાનગી શાળા મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે થોડા સમય પહેલા પુત્રનું એડમિશન શાળાની નર્સરી કક્ષામાં કરાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડમિશન બાદથી બાળક રોજ શાળાએ જતો હતો. પરંતુ થોડા દિવસ પહેલા પ્રશાસને બાળકને શાળામાં કાઢી મૂક્યો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે શાળાના પ્રશાસનને જ્યારે એ વાતની ખબર પડી કે તે ભાજપના સ્થાનિક નેતાનો પુત્ર છે તો તેમણે બાળકને શાળામાંથી કાઢી મૂક્યો. સૈયદે જિલ્લા શિક્ષા અધીક્ષક પાસે શાળા મેનેજમેન્ટ પર કાર્યવાહી કરવાની માગણી કરી છે.


ભાજપને ગણાવી મુસ્લિમ વિરોધી પાર્ટી-આલમ
બાળકના પિતા મહતાબ આલમનું કહેવું છે કે શાળાએ ભાજપને મુસ્લિમ વિરોધી પાર્ટી ગણાવી છે. તેમણે કહ્યું કે જે શાળામાં તેમના પુત્રનો પ્રવેશ કરાવ્યો હતો તે એક મુસ્લિમ શાળા છે. હવે શાળાએ ભાજપને મુસ્લિમ વિરોધી ગણાવીને તેમના બાળકને ભણાવવાની ના પાડી દીધી છે. અત્રે જણાવવાનું કે મહતાબ આલમ ભાજપ પ્રદેશ અલ્પસંખ્યક કાર્ય સમિતિના સભ્ય છે.


આ બાજુ મામલાએ તૂલ પકડતા શાળાના પ્રાચાર્ય નાઝનીન ખાને આરોપોને ફગાવતા કહ્યું કે એવી કોઈ વાત નથી. તેમણે કહ્યું કે બાળકનું રજિસ્ટ્રેશન સેશન 2017-18 માં કરાવવામાં આવ્યું હતું. 2018-19 સેશનમાં રજિસ્ટ્રેશન માટે કહેવાયું પરંતુ તેમણે કરાવ્યું નથી. આ મામલે જાણકારી મળ્યા બાદ જિલ્લા શિક્ષા અધીક્ષકે તપાસ માટે ટીમ રચી છે. આ સાથે કહ્યું છે કે આ મામલાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાળામાં ધર્મ જાતિ પક્ષને લઈને ભેદભાવ થતો નથી. જો એમ થાય છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.