અમદાવાદ : ધનતેરસ 2018 (Dhanteras 2018) આ વખતે 5 નવેમ્બરે છે. આ જ દિવસે ખરીદીનું અનોખુ મહત્વ છે. અમીર હોય કે ગરીબ ધરતેરનાં દિવસે દરેક વ્યક્તિ બજારમાં જઇને ખરીદી જરૂર કરે છે જેથી તેના ઘરમાં બરકત રહે. આ દિવસને ખરીદીનો મહાદિન કહીએ તો અતિશયોક્તિ નહી કહેવાય. ધનતેરસથી જ દિવાળીના પર્વની શરૂઆત થતી હોય છે. એવી માન્યતા છે કે ધનતેરસનાં શુભ દિવસે સોનુ, ચાંદી અને વાસણ ખરીદવાથી આખુ વર્ષ સંપદા જળવાઇ રહે છે. 
જો કે આ દિવસે શું ખરીદવું અને શું નહી તેનો પણ એક ચોક્કસ પ્રકાર હોય છે. જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઇએ કે એક માન્યતા અનુસાર ધનતેરસનાં દિવસે તમે આવી વસ્તુઓ ખરીદો છો તો તેમાં સૌભાગ્યનાં બદલે ઘરનું દુર્ભાગ્ય વધે છે. માટે આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઇએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસનાં દિવસે ન ખરીદો લોઢુ
માન્યતા અનુસાર ધનતેરનાં દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઇએ. જો તમારા લોઢાના વાસણ ખરીદવા હોય તો ધનતેરનાં એક દિવસ પહેલા જ વાસણ ખરીદી શકો છો. 

ખાલી વાસણ
આમ તો સત્ય એ છે કે દુકાનથી તમારે કોઇ અનાજ ભરીને વાસણ વેચવામાં નથી આવતા હોતા એટલા માટે પ્રયાસ કરવો કે ઘરમાં વાસણ લાવતા પહેલા તેને પાણી અથવા તો અન્ય કોઇ વસ્તુથી ભરેલુ લાવો. 

સ્ટીલ
ધનતેરસના દિવરે વાસણ ખરીદવાની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલે છે. સ્ટીલ પણ લોખંડનુ જ બીજુ સ્વરૂપ છે. એટલા માટે કહેવાય છે કે સ્ટીલના વાસણ ધનતેરસનાં દિવસે ન ખરીદવા જોઇએ. સ્ટીલનાં બદલે કોપર કે બ્રોન્ઝનાં વાસણ ખરીદવા જોઇએ. 

કાળા રંગની વસ્તુઓ
ધનતેરનાં દિવસે કાળા રંગની વસ્તુ ઘરમાં લાવવી નહી. ધનતેર એક ખુબ જ શુભ દિવસ છે. જ્યારે કાળો રંગ હંમેશા દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. માટે ધનતેરક પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઇએ. 

ધારદાર હથિયાર
દનતેરસનાં દિવસે જો તમે ખરીદી કરવા નિકળો તો ચાકુ, કાતર તથા અન્ય ધારદાર હથિયારની ખરીદીથી બચવું જોઇએ. 

ગાડી
ઘણા ઘરોમાં ધનતેરસનાં દિવસે ગાડી ખરીદીની યોજના બનાવાય છે પરંતુ તે અશુબ છે. જો કે માન્યતાઓ અનુસાર જો તમને ધનતેરસનાં દિવસે કાર ખરીદો છો તો તેની ચુકવણી પહેલા જ કરી લેવી.ધનતેરસનાં દિવસે ન કરવી. 

નકલી સોનુ
ધનતેરસનાં દિવસે સૌથી વધારે સોનાની ખરીદી થતી હોય છે. જો કે એક વાત ધ્યાનમાં રાખો કે આ દિવસે ભુલથી પણ નકલી જ્વેલરી, સિક્કા ઘરમાં ન લાવવા જોઇએ.

તેલ
ધનતેરસનાં દિવસે તેલનાં ઉત્પાદનો જેવા કે ઘી, રિફાઇન્ડ વગેરે લાવવા માટે મનાઇ કરવામાં આવે છે. ધનતેરસનાં દિવસે દિવા પ્રગટાવવા માટે પણ તેલ કે ઘીની જરૂર પડે છે માટે આ વસ્તુઓ પહેલાથી જ ખરીદીને રાખવી જોઇએ. 

કાચની બનેલી વસ્તુઓ
કાચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે માટે ધનતેરસનાં દિવસે તેને ખરીદવાથી બચવું જોઇએ. આ દિવસે કાચની વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવો જોઇએ. 

ગીફ્ટ
ધનતેરસનાં એક દિવસ પહેલા ગીફ્ટ ખરીદવી અને આપવી શુભ માનવામાં આવે છે પરંતુ ધનતેરસનાં દિવસે નહી. તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે કોઇ પણ ગીફ્ટ આપવાનો અર્થ એ છે કે તમે તમારા ઘરેથી રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. એટલે કે ધનતેરસનાં દિવસે પોતાનાં ઘરેથી લક્ષ્મીને બીજા સ્થળે મોકલવી અશુભ માનવામાં આવે છે.