દિવાળીના બે દિવસ પહેલા 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે ખરીદી કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન ધન્વંતરિ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા. જ્યારે આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે યમરાજની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આ સિવાય સુખ-સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે સોનું, ચાંદી કે વાસણો વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે ધનતેરસ પર તમારે રાશિ પ્રમાણે શું ખરીદવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિ અનુસાર કરો ખરીદી


1. મેષ (Aries): સોના અથવા પીતળના વાસણો ખરીદો, જેથી સ્વાસ્થ્ય સારું રહે અને સંયમ રહે.
2. વૃષભ (Taurus): ચાંદીની મૂર્તિ અથવા આભૂષણ ખરીદો, જેથી ઉતાર ચઢાવથી બચી શકો અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે.
3. મિથુન (Gemini): કાંસાનું વાસણ ખરીદો જેથી ભ્રમથી બચી શકાય અને ધનના મામલામાં યોગ્ય નિર્ણય લઈ શકાય.
4. કર્ક (Cancer): ચાંદીનું વાસણ ખરીદો અથવા સિક્કા ખરીદો, જેથી ભાવનાઓ પર નિયંત્રણ રાખી શકાય અને સંપત્તિ ભેગી કરી શકાય.
5. સિંહ (Leo): તાંબાનું વાસણ ખરીદો અને તે પાણી ભરવાનું હોય તો બેસ્ટ, આવું કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને ક્રોધની આદતમાં સુધારો જણાશે.
6. કન્યા (Virgo): ચાંદીના ઘરેણા સર્વશ્રેષ્ઠ રહેશે અને તેમાં પણચાંદીની માળા સર્વોત્તમ રહેશે, આવું કરવાથી વિવાહ જલ્દી નક્કી તશે અને વૃદ્ધિ સારી રહેશે.
7. તુલા (Librs): ચાંદીના લક્ષ્મી ગણેશ ખરીદો, જેથી તમારું લેણું ઉતરી જાય. નોકરીની મુશ્કેલીઓ દૂર થાય.
8. વૃશ્ચિવક (Scorpio): તાંબા અથવા પીતળના વાસણ ખરીદો જેથી વૈવાહિક જીવન સુખી રહે અને સંતાન પ્રાપ્તિની મુશ્કેલીઓ દૂર થાય.
9. ધનુ (Sagittarius): સોના અથવા તો પીતળના સિક્કા અથવા મૂર્તિઓ ખરીદો, જેથી તમારો સ્વભાવ સંતુલિત રહે અને આખું વર્ષ તમારા ઘનના ભંડોળ ભર્યા રહે.
10. મકર (Capricorn): કાંસા અથવા તો જસ્તેના વાંસણ ખરીદો,જેથી ધનની મોટી હાનિઓથી તમે બચી શકો અને વાહનનું સુખ મળી શકે.
11. કુંભ (Aquarius): સ્ટીલના વર્તન ખરીદો, જેથી ધનના મામલામાં ગંભીરતા આવે અને ડૂબેલું ધન પાછું મળી શકે.
12. મીન (Pisces): ચાંદી અથવા તાંબાના સિક્કા ખરીદો, જેથી તમારા ખર્ચા કંટ્રોલમાં રહે અને પરિવારમાં વાદ વિવાદ ન રહે.


ધનતેરસના શુભ મુહર્ત (ધનતેરસ 2021 શુભ મુહૂર્ત)
આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. 2 નવેમ્બરે પ્રદોષ કાલ સાંજે 5.37 થી 8.11 સુધી છે. જ્યારે, વૃષભનો સમયગાળો સાંજે 6.18 મિનિટથી 8.14 મિનિટ સુધી રહેશે. ધનતેરસ પર પૂજાનો શુભ સમય સાંજે 6.18 મિનિટથી 8.14 મિનિટ સુધીનો રહેશે. ધનતેરસ પર પૂજાનો શુભ સમય સાંજે 6.18 મિનિટથી 8.11 મિનિટ સુધીનો રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube