Dhanteras 2021 Shubh Muhurat: ( 2 નવેમ્બર 2021, મંગળવાર) ધનતેરસ (Dhanteras 2021) સાથે 5 દિવસના દીવાળી પર્વ (Diwali Parv)ની શરૂઆત થઇ ગઇ છે. 4 નવેમ્બરના રોજ દિવાળી (Diwali 2021) ઉજવવામાં આવશે અને 6 નવેમ્બરના રોજ ભાઇબીજ સાથે આ પર્વનું સમાપન થશે પરંતુ આ વખતે ધરતેરસ વધુ ખાસ છે કારણ કે ત્રિપુષ્કર યોગ (Tripushkar Yog) બની રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોગમાં ખરીદવામાં આવેલી વસ્તુઓને ખરીદી કરવાનું ચલણ છે. માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવાથી આખું વર્ષ ધરમાં બરકત રહે છે. પરંતુ આ વખતે ધનતેરસની વધુ ખાસ છે કારણ કે આજે ત્રિપુષ્કર યોગ (Tripushkar Yog) બની રહ્યો છે. આ યોગમાં ખરીદી કરવામાં આવેલી વસ્તુઓ 3 ગણો લાભ આપે છે. 


બની રહ્યો છે શુભ યોગ
જ્યોતિષના અનુસાર આજે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. 3 મહત્વપૂર્ણની યુતિ થઇ રહી છે. સૂર્ય, બુધ અને મંગળ એક જ રાશિ તુલામાં રહેશે. જોકે તુલાના સ્વામી શુક્ર ગ્રહ ભૌતિક સુખોના કારક ગ્રહ છે, આ દ્વષ્ટિએ આ યુતિ દરમિયાન ભૌતિક સુખ સાથે જોડાયેલી વસ્તુ ખરીદવાથી ઘરમાં સંપન્ના વધશે. એવામાં શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી (Dhanteras 2021 Shopping Shubh Muhurat) ગણવામાં આવી રહી છે.આ ઉપરાંત આ સોના ચાંદી, વાહન ઘર ખરીદી માટે પણ ખૂબ શુભ ગણવામાં આવે છે. 

Dhanteras 2021: ધનતેરસ પર માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનાનો સિક્કો! અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ


ખરીદીનું શુભ મુહૂર્ત
આ વર્ષે ધનતેરસ પર ખરીદી કરવાનું શુભ મુહૂર્ત (Dhanteras 2021 Shopping subh muhurat) 2 નવેમ્બરના રોજ સૂર્યોદય સાથે જ શરૂ થઇ જશે અને સવારે 11:30 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ત્રિપુષ્કર યોગ રહેશે. ત્યારબાદ બપોરે 11:30 વાગ્યા સુધી અમૃત લાભ રહેશે. આ સમયે ખરીદી માટે એકદમ શુભ છે. ત્યારબાદ સાંજે  06:16 વાગ્યાથી 10:21 મિનિટ સુધી પણ શોપિંગ માટે શુભ યોગ છે. 


તો બીજી તરફ ધનતેરસ પર ભગવાન ધનવંતરિ, માં લક્ષ્મી અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. તેમા માટે સાંજે 05:37 વાગ્યાથી રાત્રે 08:11 વાગ્યા સુધી પ્રદોષ કાળ રહેશે. તો બીજી તરફ પૂજાનું શુભ મુહૂર્ત (Dhanteras 2021 Puja Shubh Muhurat) સાંજે 06.18 વાગ્યાથી રાત્રે 8.14 સુધી રહેશે. 



(નોટ: આ લેખમાં આપવામાં આવેલી સુચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. Zee News તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube