નવી દિલ્હીઃ હિન્દુ ફ્રંટ ફોર જસ્ટિસ (Hindu Front For Justice) એ હાલમાં પોતાના અધ્યક્ષ અને અન્યના માધ્યમથી હરિદ્વારમાં (Haridwar) યોજાયેલી ધર્મ સંસદ (Dharma Sansad) થી સંબંધિત અભદ્ર ભાષાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) હસ્તક્ષેપની અરજી કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ મુસલમાનો વિરુદ્ધ નફરત ભરેલા ભાષણોની તપાસ માટે સહમત થઈ ગઈ છે, તેથી તેણે અકબરૂદ્દીન ઓવૈસી  (Akbaruddin Owaisi) અને દિલ્હીમાં આપ નેતા અમાનતુલ્લા ખાન જેવા નેતાઓની હિન્દુઓ વિરુદ્ધ નફરત ભરેલા ભાષણો માટે તપાસ કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીમાં કરવામાં આવી માંગ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તાએ અરજી દ્વારા કોર્ટને પ્રાર્થના કરી છે કે હિન્દુ સમુદાયના સભ્યો, તેમના દેવી-દેવતાઓ વિરુદ્ધ આપવામાં આવેલા નફરત ભર્યા ભાષણોની તપાસ માટે એસઆઈટીનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે બંધારણીય ભાવનાની સાથે-સાથે ભારતની એકતા અને અખંડતા વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની તપાસનો નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.  


આ પણ વાંચોઃ દેશના 4 સૌથી મોટા શહેરોમાં પીક પર પહોંચી ત્રીજી લહેર, હવે ગામડા તરફ ચાલ્યો કોરોના


ભારત વિરુદ્ધ નિવેદન આપનાર સામે થાય કાર્યવાહી
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક નેતા અને ઉપદેશક હિન્દુ ધર્મ વિરુદ્ધ, ભારતની સંપ્રભુતા અને અખંડતા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. 


મુસ્લિમ લીગની યાદ અપાવી રહ્યાં છે ભાષણ
વકીલ વિષ્ણુ શંકર જૈન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ નેતાઓ તરફથી આપવામાં આવેલ ભડકાઉ ભાષણોથી હિન્દુ સમુદાયમાં ભય અને અશાંતિનો માહોલ પેદા થઈ ગયો છે. આ પ્રકારના નિવેદન અમને મુસ્લિમ લીગના કામકાજની યાદ અપાવે છે, જેના કારણે દેશનું વિભાજન થયું હતું. 


આ પણ વાંચોઃ Uttarakhand Election 2022: કોંગ્રેસે જાહેર કર્યું 53 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ, હરીશ રાવતનું નામ નથી


મહત્વનું છે કે જનહિત અરજીનો વિરોધ કરતા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી વધુ એક હસ્તક્ષેપ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં હરિદ્વારમાં આયોજીત ધર્મ સંસદ સંમેલન અને દિલ્હીમાં એક અન્ય કાર્યક્રમમાં ભાષણ આપવા વિરુદ્ધ આપરાધિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube