Bomb threat call to Dhirubhai Ambani School: મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. ફોન કોલ બાદ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફોન કૉલ પછી તરત જ, શાળા પ્રશાસને સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી.


આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી


શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન કરનાર સામે IPCની કલમ 505 (1) (b) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ ફોન કરનારને શોધી લીધો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે.


ગત વર્ષે ઑક્ટોબરમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કોલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કોલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube