G20 Summit 2023: દિલ્હીમાં જી20 સમિટનું સફળ આયોજન થયું. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ જી20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવ્યા. જી20 હેટળ ભારતે કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર  (India-Middle East-Europe Economic Corridor) જેવી મોટી જાહેરાત પણ થઈ. પરંતુ હવે વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યો છે કે જી20 સમિટના આયોજનમાં કેન્દ્ર સરકારે પહેલા જે ફાળવણી કરી હતી તેના કરતા 300 ટકા વધુ પૈસા ખર્ચ કર્યા. જો કે કેન્દ્ર સરકારે વિપક્ષના આ આરોપને ખોટા ગણાવતા જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણો


ટીએમસી સાંસદનો શું છે આરોપ?
અત્રે જણાવવાનું કે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ ટ્વીટ કરીને  કહ્યું કે અવિશ્વસનીય! મોદી સરકારે G-20 પર બજેટમાં ફાળવણીની રકમથી 300 ટકા વધુ ખર્ચ કર્યો. સવાલ- ગત કેન્દ્રીય બજેટમાં G20 શિખર સંમેલન માટે કેટલી ફાળવણી કરવામાં આવી હતી? જવાબ-990 કરોડ રૂપિયા. સવાલ-મોદી સરકારે વાસ્તવમાં કેટલો ખર્ચ કર્યો? જવાબ- 4100 કરોડથી વધુ. આ બજેટ 300% કે 3110 કરોડ વધુ છે. આ પૈસા ક્યાં ગયા? ભાજપએ આ વધારાના 3110 કરોડ રૂપિયાની ચૂકવણી કેમ ન કરવી જોઈએ કારણ કે આ સ્પષ્ટ રીતે 2024 ની ચૂંટણી માટે પીએમ મોદીના સેલ્ફ એડવર્ટાઈઝમેન્ટ અને પર્સનલ પીઆર માટે બિનજરૂરી ખર્ચ હતો?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube