નવી દિલ્હીઃ ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના દૂતાવાસમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ


- 42 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં ઘણી કંપનીઓ રોકાણ કરી રહી છે. ભારતનું બજાર મોટું છે. ભારત આવનારા સમયમાં મજબૂત થઈ રહ્યું છે. આર્થિક રૂપથી ભારત આગળ વધી રહ્યું છે. 


- આર્ટિકલ 370 પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ભારતના આંતરિક મુદ્દો છે. તે લાંબા સમયથી ચાલી રહ્યો છે. 


- પીએમ મોદી સાથે મારી મુસલમાનો, ક્રિશ્ચનો વિશે વાત થઈ. તેમણે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરી, તેમણે આ મુદ્દા પર ઘણો સારો જવાબ આપ્યોઃ ડોનાલ્ડ ટ્રમ્પ


- ભારત આવનારા સમયમાં ખુબ મજબૂત થવા જઈ રહ્યું છે. આર્થિક રૂપથી ભારત આગળ વધી રહ્યું છે. પીએમ મોદી ઇસ્લામ અને ઈસાઈ માટે પણ કામ કરી રહ્યાં છે.


- હું સીએએ પર કોઈ નિવેદન આપવા ઈચ્છીશ નહીં. તે ભારતનો નિર્ણય છે અને મને આશા છે કે ભારત તેના માટે યોગ્ય પગલા ભરી શકે છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ


- ભારતમાં ટેરિફ વધુ છે. મેં તેના પર પીએમ મોદી સાથે ચર્ચા કરી છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ


-  H-1B વીઝા પર ટ્રમ્પે કહ્યું કે, તેને લઈને પીએમ મોદી સાથે વાતચીત થઈ છે. આતંકવાદ વિરુદ્ધ ભારત-અમેરિકા એક છે. 

- પાકિસ્તાન આતંકવાદ પર બોલ્યા ટ્રમ્પ, 'મારી પીએમ ખાન સાથે સારી મિત્રતા છે. મધ્યસ્થતાની જરૂર પડી તો હું તૈયાર. બંન્ને દેશો કાશ્મીર પર વાત કરી રહ્યાં છે. પીએમ મોદી ખુબ કડક વ્યક્તિ છે. આતંકવાદને પહોંચી વળશે.'


- ભારતમાં જેવું સ્વાગત અમારૂ કરવામાં આવ્યું, તેવું આજ સુધી કોઈ અમેરિકી વ્યક્તિનું નથી થયું. પીએમ મોદીએ જણાવ્યું કે, આવું ક્યારેય કોઈનું સ્વાગત થયું નથીઃ ડોલાન્ડ ટ્રમ્પ


- દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને હિંસા પર બોલ્યા ટ્રમ્પ, મેં ધાર્મિક સ્વતંત્રતા પર પીએમ મોદી સાથે કરી વાત, તેઓ પણ ધાર્મિક સ્વતંત્રતાના પક્ષમાં છે. દિલ્હીમાં થયેલી હિંસા વિશે મેં સાંભળ્યું છે, પરંતુ પીએમ મોદી સાથે તેના પર કોઈ ચર્ચા થઈ નથી. 


- પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પને દિલ્હી હિંસા પર પણ સવાલ પૂછવામાં આવ્યો. તેના પર તેમણે કહ્યું કે, પીએમ મોદી સાથે આ મુદ્દા પર વાત થઈ નથી. ટ્રમ્પે કહ્યું કે, બાદી દેશાના મુકાબલે ભારત વધુ ધાર્મિક છે. 


- ઇસ્લામિક આતંકવાદ ન ફેલાય તે દિશામાં અમે કાર્યરત છીએ. સીરિયામાં જે થયું તે વિશ્વએ જોયું. અમે તેને રોકવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. આતંકવાદ પર શિકંજો કસવા અમે ઘણા પગલા ભર્યા છે. રેડિકલ ઇસ્લામને મૂળમાંથી નાબુદ કરવાનો પ્રયાસ જારી છે. તેના માટે બધા દેશોએ મદદ માટે આગળ આવવું જોઈએ. તેને લઈને પાકિસ્તાન પર દબાવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


- પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, ભારત ખરેખર એક મહાન દેશ છે. આ સમયે ભારત-અમેરિકાના સંબંધો સૌથી સારા છે. બંન્ને દેશોના દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે ઘણા મુદ્દા પર વિચાર કર્યો છે. અમે ભારતની પાસે આસપના સંબંધો આગળ લઈ જવા માગીએ છીએ. અણે દેશમાં શાંતિ ઈચ્છીએ છીએ. અફઘાનિસ્તાનમાં શાંતિ લાવવા માટેનું કામ જારી છે. કોઈ નિર્દોષનું મોત ન થવું જોઈએ. 


- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આ યાત્રા મારા અને મારા પરિવાર માટે યાગદાર રહેશે. ભારતમાં અમારા બે દિવસ શાનદાર પસાર થયા. આ દરમિયાન પીએમ મોદી સાથે સતારાત્મક વાત થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...