મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગને લઈને સમજૂતિ છેલ્લા તબક્કામાં હોવાનું કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ, ઉદ્ધવ સેના અને શરદ પવારની એનસીપી વચ્ચે સીટ શેરિંગ અંગે જે સમજૂતિ થઈ છે તેમાં ઉદ્ધવ ઠાકરે જૂથે ત્યાગ કરવાનો વારો આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ 105 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને 96થી 100 સુધીની સીટો મળી શકે છે. એનસીપી-શરદ પવારને 85ની આસપાસ બેઠક મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે ઉદ્ધવ સેના કોંગ્રેસ કરતા ઓછી બેઠકો મેળવશે. આ સમગ્ર સમજૂતિ ઉદ્ધવ સેનાના ત્યાગના કારણે શક્ય બની શકે છે. જેની સતત માંગણી હતી કે તે 125 બેઠકો પર ઉમેદવારોને ચૂંટણી લડાવશે. તો પછી અચાનક આખરે એવું તે શું થયું કે ઉદ્ધવ સેનાએ 125 બેઠકો તો જવા દો કોંગ્રેસથી પણ ઓછી બેઠકો પર રાજી થવું પડ્યું. લોકસભામાં તેના કરતા ઉલ્ટી સ્થિતિ હતી. જ્યારે ઉદ્ધવ સેનાએ 21 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 9 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડીને 13 બેઠકો જીતી હતી. એવું મનાય છે કે આ સ્ટ્રાઈક રેટને સામે રાખીને જ કોંગ્રેસે ઉદ્ધવ સેનાને રાજી કરી અને તેઓ ઓછી બેઠક લેવા તૈયાર થયા. 


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે અને ઉદ્ધવ સેનાના સંજય રાઉત વચ્ચે લાંબી વાતચીત પણ ચાલી. એટલે સુધી કે સંજય રાઉતે કહ્યું કે નાના પટોળે જે બેઠકમાં હાજર હશે ત્યાં જવા નહીં ઈચ્છે. પછી શરદ પવારે હસ્તક્ષેપ કર્યો અને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી એવું કહેવાય છે. એવું મનાય છે કે તેમની લગભગ બે કલાકની વાતચીતે જ સ્થિતિને સંભાળી. પછી કોંગ્રેસની એવી દલીલ હતી કે વિદર્ભમાં તેમનો સારો એવો જનાધાર છે પરંતુ ઉદ્ધવ સેનાની ત્યાં સ્થિતિ નબળી છે. આવામાં ત્યાંની સીટો પરથી તેમનું ચૂંટણી લડવું નુકસાન કરાવશે. તેઓ ભાજપ સામે સીધા મુકાબલામાં જીતી શકશે નહીં. આથી કોંગ્રેસને ત્યાં તક મળવી જોઈએ. કોંગ્રેસે આ માટે લોકસભા ચૂંટણીનો સ્ટ્રાઈક રેટ પણ રજૂ કર્યો. અંતે ઉદ્ધવ સેનાએ માનવું પડ્યું કે કોંગ્રેસ જ વધુ બેઠકો પર ચૂંટણી લડે. 


કોંગ્રેસનું માનવું હતું કે અમરાવતી, નાગપુર, રામટેક અને પુણે જેવા વિસ્તારોમાં ઉદ્ધવ સેનાની ઉપસ્થિતિ નબળી છે. આથી અહીંની સીટો પર તેમને વધુ તક મળવી જોઈએ. જેથી જીતની શક્યતા વધશે. જ્યારે ઉદ્ધવ સેનાએ અંતમાં બરાબરીનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જેમાં કહેવાયું હતું કે ઉદ્ધવ સેના અને કોંગ્રેસ 100-100 સીટો પર ઉતરે જ્યારે એનસીપી-એસપીને 88 સીટો આપવામાં આવે. જેના પર કોંગ્રેસ અડી ગઈ અને અંતમાં 100થી વધુ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને તેમના કરતા 5-10 સીટો ઓછી મળશે.