નવી દિલ્હી : ગત્ત દિવસોમાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ સાથેના ઘર્ષણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા દક્ષિણ કાશ્મીરના ડીઆઇજી અમિત કુમારને સારવાર માટે શનિવારે વિમાન દ્વારા દિલ્હીનાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) ખાતે ખસેડવામાં આવ્યા હતા. પુલવામાં 14 ફેબ્રુઆરી જે સ્થળ પર સીઆરપીએફનાં કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. ત્યાંથી આશરે 12 કિલોમીટર દુર પિંગલાન નામનાં સ્થળ પર 18 ફેબ્રુઆરીએ ઘર્ષણ દરમિયાન અમિતનાં પેટમાં ગોળી વાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાન દ્વારા એમ્સ ખાતે લાવવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે, તેમને આગળ સારવાર માટે વિમાન દ્વારા એમ્સ લાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ હોસ્પિટલમાં અમિત સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ રિજિજુએ અમિત કુમાર સાથે મુલાકાતની તસ્વીર ટ્વીટ કરી હતી. સાથે જ તેમણે માહિતી આપી કે અમિત કુમારની તબિયત હાલ સ્થિર છે. તેઓ ટુંક જ સમયમાં સ્વસ્થ થઇ ઝશે. 

ઘર્ષણમાં ચાર જવાન શહીદ થયા હતા.
પિંગલાનમાં થયેલા ઘર્ષણમાં સેનાનાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે એક સામાન્ય નાગરિકનું પણ મોત નિપજ્યું હતું. તે ઉપરાંત 14 ફેબ્રુઆરીના રોજ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ સહિત જૈશ એ મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘાયલોમાં ડીઆઇજી અમિત કુમારનો પણ સમાવેશ થાય છે, જેમને ઘટના તુરંત બાદ સેનાની હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા. આ ઘર્ષણમાં એક બ્રિગેડ કમાન્ડરને પણ પગમાં ગોળી વાગી હતી.