વોશિંગ્ટન : ભારતમાં થયેલા કેટલાક સુધારાઓ પરતી માહિતી મળે છે કે ડિઝિટલાઇઝેશનનો તેને ફાયદો થયો છે અને તેના કારણે પક્ષપાત અને ગોટાળાઓ પર પણ લગામ લાગી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ બુધવારે બહાર પાડેલા પોતાનાં રિપોર્ટમાં આ વાત કરી હતી. વર્લ્ડ બેંક સાથેનાં પોતાના વાર્ષિક બેઠક પહેલા બહાર પડાયેલ પોતાની ફિસ્કલ મોનિટર રિપોર્ટમાં આઇએમએફએ કહ્યું કે, ભારત તથા ઇન્ડોનેશિયામાં ઇ પ્રોક્યોરમેંટની સુવિધા ચાલુ કરવાથી પ્રતિસ્પર્ધાતો વધી જ છે સાથે જ કન્સ્ટ્રક્શનની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાએ જ્યારે રાફેલની વાત કરી તો કોંગ્રેસનાં દલાલો તેમાં પણ કામે લાગી ગયા: વડાપ્રધાન

આઇએમએફએ કહ્યું કે, ભારતમાં કેટલાક સુધારાઓ અંગે માહિતી મળી છે કે ડિઝીટલાઇઝેશનના કારણે તેને ફાયદો થયો છે અને તેના કારણે પક્ષપાત અને ગોટાળાઓ પર પણ લગામ લાગી છે. તેમણે કહ્યું કે, ઉદાહરણ માટે ભારતમાં સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામને મેનેજ કરવા માટે એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અપનાવવાથી ખર્ચમાં 17 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે તે અગાઉ ફાયદાઓમાં કોઇ જ ઘટાડો નથી આવ્યો. આ પ્રકારે આંધ્રમાં સ્માર્ટ આઇડી કાર્ડના ઉપયોગથી ફંડના લીકેજમાં 41 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સ્માર્ટ આઇડી કાર્ડનો ઉપયોગ કોઇ ખાસ યોજનાના લાભાર્થીની ઓળખ કરવા તથા લાભાર્થીઓ સુધી માહિતીની પહોંચમાં સુધારો લાવવા માટે કરવામાં આવે છે. 

ફિસ્કલ મોનિટર રિપોર્ટના અનુસાર પબ્લિક પ્રોક્યોરમેન્ટનાં અભ્યાસ પરથી માહિતી મળે છે કે પ્રક્રિયાઓની ડિઝાઇનની પ્રાઇસ અને ઉત્પાદનોની ગુણવત્તા પર મહત્વપુર્ણ અસર પડી શકે છે. ભારત તથા ઇન્ડોનેશિયામાં ઇપ્રોક્યોરમેન્ટની સુવિધા આવવાથી ન માત્ર પ્રતિસ્પર્ધાઓ વધી છે, પરંતુ કન્સ્ટ્રક્શનની ગુણવત્તા પણ સારી થઇ છે. આઇએમએફએ કહ્યું કે, સુપ્રીમ ઓડિટ ઇસ્ટિટ્યુશન્સ (SAI), સંસદ તથા સિવિલ સોસાયટીઝની તપાસે સરકારી પૈસાની સુરક્ષામાં મદદ મળી છે અને સરકારી કર્મચારીઓ અને રાજનેતા જવાબદાર છે.