ભોપાલ: કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી ઉમા ભારતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને એવું લાગે છે કે જો તેઓ આતંક અને આતંકવાદીઓના પક્ષમાં બોલશે તો ભારતના મુસલમાનો ખુશ થશે. આથી તેમના નિશાના પર હંમેશા મુસ્લિમ મતો હોય છે. 
પુલવામા આતંકી હુમલા પર દિગ્વિજય સિંહ દ્વારા ટ્વિટર પર તેને દુર્ઘટના ગણાવવા પર પૂછાયેલા એક સવાલના જવાબમાં ઉમા ભારતીએ કહ્યું કે દિગ્વિજયજી જે પણ કહે છે તેમાં તેમના નિશાના પર હંમેશા મુસ્લિમ મતો રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને જ મુસલમાનોની દેશભક્તિ પર શંકા છે. આથી તેમને એવું લાગે છે કે આતંકના પક્ષમાં બોલવાથી, આતંકવાદીઓના પક્ષમાં બોલવાથી, ભારતના જે મુસલમાનો છે તે ખુશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર


આરએસએસની શાખાઓનો કર્યો ઉલ્લેખ
આરએસએસની સાર્વજનિક સ્થાનો પર શાખાઓ લગાવવા પર પ્રતિબંધ મૂકવાની વાત કોંગ્રેસી મંત્રીઓ દ્વારા ઉચ્ચારાતા તેમણે કહ્યું કે સંઘના જે સ્વયંસેવક હોય છે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારાના લોકો છે. તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે વધુમાં કહ્યું કે હું તો એવું સૂચન આપીશ કે દિગ્વિજય સિંહ તથા કમલનાથ સંઘની શાખામાં જાય. તેનાથી તેમને દેશભક્તિનો પાઠ ભણવા મળશે. તેમને પણ ખબર પડશે કે દેશભક્તિ કોને કહે છે. 


કોંગ્રેસના નેતાઓ સંઘની શાખાઓમાં જાય-ઉમા ભારતી
ઉમા ભારતીએ કહ્યું કે કમલનાથજી, દિગ્વિજયજી, રાહુલ ગાંધીજી, ખાસ કરીને દિગ્વિજય સિંહે તો સંઘની શાખામાં જવું ખુબ જરૂરી છે જેથી કરીને આતંકવાદ પ્રત્યે તેમને જે લગાવ છે, હાફિઝ સઈદ અને ઓસામા બિન લાદેન પ્રત્યે જે પ્રેમ છે, કે જે કુંભમાં ન્હાવાથી, નર્મદાની પરિક્રમાથી પણ ઓછો નહીં થાય. આ પ્રેમ સંઘની શાખામાં જવાથી જ ઠીક થશે. ભારતીએ કહ્યું કે કોંગ્રેસે 1984 અને 1991માં લોકસભા ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની શહાદતને રાજનીતિક રીતે ઉપયોગમાં લેવાની કોશિશ કરી હતી. તેના બદલ તેમને શરમ આવવી જોઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...