હિંદુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી: દિગ્વિજય સિંહનો બફાટ
દિગ્વિજય સિંહે કહ્યું કે, તમે લોકો હિન્દુત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે? હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી
ભોપાલ : કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે શનિવારે કહ્યું કે, હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી. દિગ્વિજય ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર છે અને તેમની વિરુદ્ધ ભાજપે માલેગાવ બોમ્બ વિસ્ફોટના આરોપી અને કટ્ટર હિન્દૂવાદી નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે. હિન્દુત્વ અને હિંદુ આતંકવાદ અંગે પુછવામાં આવતા સવાલોનાં જવાબમાં દિગ્વિજયે કહ્યું કે, તમે લોકો હિન્દુત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરે છે ? હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનેરીમાં જ નથી.
IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ
મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એટીએસ પ્રમુખ હેમંત કરકરે વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા અંગે સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી પંચ દ્વારા કારણ દર્શક નોટિસ આપવામાં આવતા તેમણે કહ્યું કે, આ બિન્દુ છે પ્રજ્ઞાજી અને ચૂંટણી પંચની વચ્ચે હું ક્યાં આવી ગયો.
હું ખુબ જ ગભરાયેલો છું, મોદી ક્યારે શું કરશે કોઇ જાણતું નથી: શરદ પવાર
લાલુ યાદવને મારવા માંગે છે ભાજપ: રાબડી દેવીનો ચોંકાવનારો આરોપ
દિગ્વિજય સિંહ દ્વારા અલગ અલગ પ્રશ્નોનો ઉત્તર ટાળવા અંગે જ્યારે કેટલાક પત્રકારોએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, તમે સાઇલેન્ટ મોડમાં છો તો તે અંગે તેમણે કહ્યું કે, ખબર બનાવવાનો કોન્ટ્રાક્ટ મે જ લીધેલો છે ? જેના પગલે પત્રકારો હસવા લાગ્યા હતા.
હાર જોઇને મારા પછાતપણાનું સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે માયાવતી: PMનો જવાબ
પ્રજ્ઞા ઠાકુરે શનિવારે ભોપાલમાં કહ્યું હતું કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વર્ષ 1984માં દિલ્હીમાં શીખ તોફાનોમાં સંડોવાયેલા હતા. તે અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, આ તોફાનનું કમલનાથ પર કોઇ કેસ જ નથી, કોઇ ફરિયાદ નથી, કોઇ સાક્ષી નથી. અને 36 વર્ષ થઇ ગયા અને હવે 36 વર્ષ બાદ કયું તોફાન, કોણે કર્યું.