નવી દિલ્હીઃ ચૂંટણી હોય અને નેતાઓ બોલવામાં ભાન ન ભૂલે તેવું તો બને જ નહીં...  એક તરફ હિમાચલ પ્રદેશની વાત છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળની વાત... બંને જગ્યાએ નેતાઓ મહિલાઓનું સન્માન કરવાનું ચૂકી ગયા... હિમાચલમાં મંડી બેઠકથી કંગના રનૌત વિશે તો અભદ્ર ટીપ્પણી પણ એક મહિલા નેતાએ જ કરી.. તો બંગાળમાં ભાજપના સાંસદે મમતા દીદી પર ગેરવ્યાજબી ટીપ્પણી કરીને વિવાદ છેડ્યો.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, નેતાઓની બેફામ નિવેદનબાજી વધતી જઈ રહી છે.. 24 કલાકથી પણ ઓછા સમયમાં દેશમાં એવી બે ઘટના બની, જ્યાં નેતાઓએ શાબ્દિક હુમલા કરવામાં મર્યાદા ઓળંગી દીધી. સૌથી પહેલું નામ છે, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રીયા શ્રીનેત... જેણે એક મહિલા થઈને જ મહિલાનું સન્માન ન જાળવ્યું.


ભાજપે હિમાચલ પ્રદેશમાં મંડી બેઠકથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી. તો સુપ્રીયા શ્રીનેતે કંગનાની તસવીર સોશિયલ મીડિયામાં મુકીને અભદ્ર ટીપ્પણી કરી... જોકે વિરોધ વધતા થોડા સમય બાદ એકાઉન્ટ પરથી પોસ્ટ હટાવી દેવાઈ.... જોકે એકવાર થયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ.... ચારે બાજુ સુપ્રીયા સામે ફિટકાર વરસવા લાગી... જેથી સુપ્રીયા શ્રીનેતે સામે આ પોસ્ટ અજાણ્યા વ્યક્તિએ કરી હોવાનો દાવો કર્યો.. સુપ્રીયા સુલેએ બચાવમાં કહ્યું કે, તેમનું એકાઉન્ટ ઘણા વ્યક્તિ ઓપરેટ કરતા હોય છે, તેમાથી કોઈએ આવી અભદ્ર ટીપ્પણી કરી હતી.


સુપ્રીય શ્રીનેત ભલે પોતાનો બચાવ કરતા હોય પરંતુ ભાજપ આ મુદ્દે આક્રમક બન્યું છે.. ભાજપના નેતાઓેએ સુપ્રીયાના બહાને સમગ્ર કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા... તો કંગના રનૌતે પણ વિવાદીત પોસ્ટને મહિલાઓનું અપમાન ગણાવ્યું... સાથે જ મંડિના લોકો આવી પોસ્ટથી દુઃખી હોવાનો દાવો કર્યો... આ તમામ રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ મેદાને આવ્યું છે.. તેમણે ચૂંટણી પંચને આ મુદ્દે કાર્યવાહી માટે માગ કરી.


આ પણ વાંચોઃ અંગ દઝાડતી કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં આંધી તોફાન અને વરસાદની આગાહી


આ તરફ બંગાળમાં ભાજપના સાંસદ દિલીપ ઘોષના બોલ બગડ્યા.. તેમણે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને લઈને વિવાદીત ટીપ્પણી કરી. તેમણે પિતાની ઓળખ મુદ્દે મમતા બેનર્જી પર વિવાદીત નિવેદન આપ્યું. ત્યારે શું બોલ્યા દિલીપ ઘોષ તે પણ સાંભળીયે.


દિલીપ ઘોષના નિવેદન બાદ ટીએમસી ભાજપ પર હુમલાવર બની છે.. ટીએમસીએ દિલીપ ઘોષના નિવેદનને ભાજપની માનસિકતા ગણાવી. સાથે જ કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન નથી કરી શકતા. ચૂંટણીમાં લોકો જ તેમને જવાબ આપશે.


લોકસભા ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.. પરંતુ પ્રચાર દરમિયાન જોશ જોશમાં ઘણા નેતાઓ પોતાના હોંશ પર કાબૂ ગુમાવી દે છે... આવું કોઈ એક પક્ષ નહીં પરંતુ અનેક પક્ષો સાથે થાય છે.. પહેલીવાર આવી રીતે બેફામ નિવેદનબાજી નથી થઈ... અગાઉ પણ અનેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન નેતાઓ ભાન ભૂલી જાય છે.. જે બાદ શરૂ થાય છે વાર પલટવાર... જોકે નારી શક્તિની વાતો કરતા અલગ અલગ પક્ષો નારીનું જ સન્માન ન જાળવે તે ગંભીર બાબત છે..  બેફામ નિવેદનબાજીની આ તો શરૂઆત છે, આગામી સમયમાં નેતાઓના મોઢે કેવા કેવા નિવેદનો સંભળાય છે તે જોવું રહ્યું.