• જીનામા પર દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, ઈલેક્શન બાદ જો પરિણામ કંઈક અલગ આવતા તો ટીએમસી કહેતી કે હાર બાદ પાર્ટી છોડી દીધી. હું તો પહેલા પાર્ટી છોડી રહ્યો છુ


ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યસભામાંથી રાજીનામુ આપી ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદીએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં પાર્ટી અને મમતા બેનરજી પર ગંભીર આરોપ લગાવ્યા છે. પૂર્વ રેલવે મંત્રીએ કહ્યું કે, ટીએમસી પોતાના રસ્તાથી ભટકી ગઈ છે અને રાજીનામુ આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ટીએમસીની આત્મા ગાયબ થઈ ગઈ છે, જે પરિવર્તનનો વાયદો કરીને અમે આવ્યા હતા, તેને પૂરો ન કરી શક્યા. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા રોકાઈ નથી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસીમાં ભ્રષ્ટાચારના સવાલ પર દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, આવા કિસ્સા આવે છે, તો તેનું દાયિત્વ પાર્ટી અધ્યક્ષ પર જ થાય છે. જ્યામેં મેં નારદા કૌભાંડને લઈને સવાલ ઉઠાવ્યા તો પાર્ટીએ મને નિશાન પર લેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, જેપી નડ્ડાની ગાડી પર હુમલો થયો, મેં તેની પણ નિંદા કરી તો પાર્ટીએ મારી નિંદા કરી. સરકારની જવાાબદારી છે કે દરેક ખાસ અને નાગરિકને સુરક્ષા આપે. જો કોઈ ખોટું થાય છે તો તેની જવાબદારી મેનેજમેન્ટ પર ઉપર બેસેલા લોકોએ લેવી જોઈએ. 


ટીએમસીમાં રોજ પીએમ મોદી અને અમિત શાહને ગાળો ભાંડવાનું કહેવામા આવે છે. જે જેટલી મોટી ગાળ આપશે, તેટલા સારા નંબર મળે છે. આ બંગાળની સંસ્કૃતિના વિરુદ્ધમાં છે. હું આવું ક્યારેય ન કરી શકું. જય શ્રીરામના નારા પર વિવાદ વિશે દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, આ નારાથી મમતા બેનરજીને શુ તકલીફ છે, એનો જવાબ તો એ જ આપી શકે છે. ઈલેક્શનમાં જ્યારે હુ નજીવા અંતરથી હાર્યો ત્યારે પણ આ નારા લગાવ્યા હતા. મેં ત્યારે પણ બીજેપીવાળાને શ્રીરામનો નારો જવાબમાં આપ્યો હતો. 


દિનેશ ત્રિવેદીએ પાર્ટી છોડવાને લઈ શું કહ્યું....
પોતાના રાજીનામા પર દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, ઈલેક્શન બાદ જો પરિણામ કંઈક અલગ આવતા તો ટીએમસી કહેતી કે હાર બાદ પાર્ટી છોડી દીધી. હું તો પહેલા પાર્ટી છોડી રહ્યો છુ. જ્યારે ટીએમસી જીતનો દાવો કરી રહી છે. આવી રીતે જ મેં રેલવે મંત્રીનુ પદ છોડ્યું હતું. હવે ટીએમસી જેને લાવવા માંગે છે તેને રાજ્યસભામાં લાવી શકે છે. હજી તો પાંચ વર્ષથી વધુનો સમય બચ્યો છે.