ભોપાલ: રસીકરણને પ્રમોટ કરવા માટે મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લા પ્રશાસનની એક જાહેરાત ખુબ ચર્ચામાં છે. આ જાહેરાતમાં કહેવાયું છે કે કોરોના રસીના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને દારૂ પર 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. જો કે આ માટે સંબંધિત વ્યક્તિએ રસીકરણનું સર્ટિફિકેટ બતાવવું પડશે. જિલ્લા આબકારી વિભાગે જણાવ્યું કે કોવિડ-19 રસીકરણમાં સહયોગ કરવા અને બંને ડોઝ લાગેલા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવા પર દેશી દારૂની દુકાનો પર 10 ટકાની છૂટ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીકરણમાં પાછળ છે જિલ્લો
મંદસૌર જિલ્લા આબકારી અધિકારી અનિલ સચાન(Anil Sachan) એ કહ્યું કે કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર રજુ કરનારાને 10 ટકા છૂટ આપવામાં આવશે. આ છૂટ સીતામઉ ફાટક, ભુનિયાખેડી અને જૂના બસ સ્ટેન્ડ સ્થિત દારૂની દુકાનો પર લાગૂ રહેશે. હકીકતમાં મંદસૌરમાં લોકો રસીનો બીજો ડોઝ લેતા નથી. જિલ્લા પ્રશાસનની અનેક કોશિશો છતાં રસીકરણનો લક્ષ્યાંક પૂરો થઈ શકતો નથી. આથી આ અજીબોગરીબ જાહેરાત કરાઈ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ખંડવાના એક અધિકારીએ એમ કહીને વિવાદ ઊભો કર્યો હતો કે દારૂડિયો ક્યારેય ખોટું બોલતો નથી. 


MATRIMONY: લગ્નની જાહેરાતમાં વિચિત્ર શરતો, ભાવિ પત્નીની બ્રા સાઈઝ અને કમરનો ઉલ્લેખ કરાતા લોકો ગુસ્સે ભરાયા


વિધાયકે આપત્તિ જતાવી
આબકારી અધિકારી અનિલ સચાને કહ્યું કે યોજનાનો દુરઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો જિલ્લાના અન્ય ભાગોમાં પણ તેને લાગૂ કરાશે. જો કે આ જાહેરાતને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. મંદસૌરના ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયાએ આપત્તિ જતાવતા કહ્યું કે આ પ્રકારનો નવો પ્રયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આ શાસનનો નિર્ણય નથી અને તેનાથી પીવા પ્રત્યે લોકોનું આકર્ષણ વધશે. 


Gautam Gambhir ને ISIS Kashmir એ મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ


અત્રે જણાવવાનું કે જિલ્લામાં આજે રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરાયું છે. સો ટકા રસીકરણ માટે પ્રશાસન દરેક પ્રકારે લોકોને પ્રેરિત કરી રહ્યું છે. નોંધનીય છે કે રસીકરણ મામલે મધ્ય પ્રદેશે રેકોર્ડ બનાવ્યો છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં આશા પ્રમાણે રસીકરણ ગતિ પકડી શક્યું નથી. આ જ કારણ છે કે મંદસૌર જિલ્લા પ્રશાસને આ પ્રકારની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube