બોલીવુડની અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશસિંહ પટણી રાજકારણમાં ડગ માંડવાનું વિચારી રહ્યા છે. તેમની આ ઈચ્છા અંગે લાંબા સમયથી તૈયારીઓ પણ ચાલી રહી છે. વાત જાણે એમ છે કે યુપી પોલીસની સેવાઓમાંથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ એટલે કે VRS લીધા બાદ જગદીશ પટણીએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત  કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી તૈનાત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગ્યા હોર્ડિંગ
તેઓ પોતાના જીવનના આ નવા પડાવને લઈને ખુબ રોમાંચિત છે. તેઓ પોતે મોટા પાયે પોતાનું પ્રમોશન પણ કરી રહ્યા છે. આવામાં તેમના ચૂંટણી લડવાના ખબરથી ખળભળાટ પણ મચ્યો છે. વાત જાણે એમ છે કે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ લાગ્યા છે. પત્રકારો સાથે વાતચીતમાં દિશા પટણીના પિતા જગદીશ પટણીએ ક હ્યું કે તેમને કેટલાક રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવાની રજૂઆત કરાઈ છે પરંતુ તેઓ નિર્ણય લેતા પહેલા પોતાના વિકલ્પો અંગે તપાસ કરી રહ્યા છે. 


ચર્ચિત અભિનેત્રી છે દિશા પટણી
અત્રે જણાવવાનું કે અભિનેત્રી દિશા પટણી કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. જો કે આ મુકામ મેળવવા માટે દિશાએ ખુબ મહેનત પણ કરી છે. દિશા પોતાની ફિલ્મો કરતા વધુ લુક્સ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર અવારનવાર તેના વર્કઆઉટની ઝલક પણ જોવા મળતી રહે છે. 


આ Video પણ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube