અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી
ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો.
નવી દિલ્હી: ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો. રવિવારે દિવસભર મહારાષ્ટ્ર (Maharashtra) અને કેન્દ્ર સરકાર વચ્ચે ટ્રેનોની રાજનીતિ ગરમાતી રહી અને તે આજ સુધી ચાલુ છે. જોકે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે અમે કેન્દ્ર પાસેથી 200 ટ્રેન માંગી છે પ્રવાસી મજૂરો માટે.
જ્યારે રેલ મંત્રી પીયૂષ ગોયલના અનુસાર રેલવે પાસે કોઇ લિસ્ટ આવ્યું નથી. કેંદ્ર અને રાજ્ય સરકારમાં પરસ્પર વાતચીત થઇ રહી છે, આ ઉપરાંત પીયૂષ ગોયલે ટ્વિટ કરી કહ્યું કે અમને યાદી મોકલો પરંતુ રાત્રે 12 વાગે એટલે કે 25 મે શરૂ થાય ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઇપણ યાદી રેલ મંત્રાલય પાસે આવી નથી.
પીયૂષ હોયલે પોતાના ટ્વિટ થ્રેડમાં જણાવ્યું કે જ્યારે કોઇ રાજ્ય ટ્રેનોની માંગ કરે છે તો તેને યાત્રીઓની લિસ્ટ પણ આપવું જોઇએ. જેથી રેલવે પોતાના હિસાબે સ્ટેશન સુધી નક્કી કરી શકે અને તૈયાર પણ કરી શકે. પરંતુ જ્યારે રાજ્ય એવું ન કરે તો ટ્રેન આપવું સંભવ નથી. રેલવેને પહેલાંથી પ્લાનિંગ કરવું પડે છે. ઘણીવાર જોવાનું મળ્યું છે કે ટ્રેનો ખાલી પણ દોડી છે, એવામાં ખૂબ મોટું નુક્સાન થાય છે. એટલા માટે અત્યાર સુધી કુલ 65 ટ્રેન કેન્સલ કરવામાં આવ્યું છે. રેલવેએ અત્યાર સુધી 520 ટ્રેન દરરોજ 7,32,166 પ્રવાસી મજૂરને પોતાના ઘરે પહોંચાડ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube