મધ્ય પ્રદેશમાં થઈ CoronaVirus ની એન્ટ્રી, 4 દર્દીઓ મળી આવતા જબલપુર થયું લોક ડાઉન
ભારતમાં કોરોના વાયરસે છેલ્લા બે દિવસમાં પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંથ્યા 300 સુધી પહોંચનાર છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ ગત શુક્રવારના રોજ 4 લોકોના COVID-19 વાયરસથી ઈન્ફેક્ટેડ મળી આવ્યા છે. ત્યારબાદ જબલપુર પ્રશાસને સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને બે દિવસ માટે લોક ડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.
જબલપુર: ભારતમાં કોરોના વાયરસે છેલ્લા બે દિવસમાં પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંથ્યા 300 સુધી પહોંચનાર છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ ગત શુક્રવારના રોજ 4 લોકોના COVID-19 વાયરસથી ઈન્ફેક્ટેડ મળી આવ્યા છે. ત્યારબાદ જબલપુર પ્રશાસને સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને બે દિવસ માટે લોક ડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.
કોરોના: કનિકા કપૂરના સંપર્કમાં આવેલા UPના સ્વાસ્થ્ય મંત્રી સહિત અનેક લોકોના આવ્યાં રિપોર્ટ
જબલપુરમાં 21 અને 22 માર્ચના રોજ બહારથી કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ શહેરની અંદર આવી શકશે નહીં. કલેક્ટર ભરત યાદવે જબલપુર આવનારી તથા જબલપુરથી જનારી તમામ બસ સેવાઓને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના આદેશ આપ્યાં છે. માત્ર સિટી ટ્રાન્સપોર્ટનું સંચાલન ચાલુ રહેશે. સમગ્ર શહેરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. લોક ડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube