મહિલા કલેક્ટર એક એથલિટની જેમ દોડવા લાગ્યા, હતો CM યોગીનો બંદોબસ્ત
જિલ્લાનાં વિકાસ કાર્યો અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આવેલા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં કલેક્ટર એથલિટની જેમ દોડતા જોવા મળ્યા હતા
બહરાઇચ : ઉત્તરપ્રદેશનાં બહરાઇચ જિલ્લામાં વિકાસ કાર્યો અને કાયદો વ્યવસ્થાની તપાસ માટે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રોટોકોલમાં એક અનોથી તસ્વીર સામે આવી હતી. અહીં મહિલા કલેક્ટર માલા શ્રીવાસ્તવ CMની વીઝીટ દરમિયાન જિલ્લાનાં દરેક મુદ્દાને પાસ કરાવવા માટે એથલીટની જેમ ન માત્ર માનસિક મહેનત પરંતુ શારીરિક મહેનત કરતા પણ જોવા મળ્યા હતા. તેઓ બંદોબસ્ત દરમિયાન એથલિટની જેમ દોડતા જોવા મળ્યા હતા.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જિલ્લામાં કાયોદ અને વ્યવસ્થા ઉપરાંત વિકાસની યોજનાઓની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની આગેવાનીમાં એથલીટની જેમ કલેક્ટર દોડતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાતમાં બરચાઇચ જિલ્લા વિકાસ અને કાયદા વ્યવસ્થાનું નિરીક્ષણમાં નંબર 1 બની ચુક્યું છે. બહરાઇચ પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ 189 કરોડ રૂપિયાનાં ખર્ચે બની રહેલ નવનિર્મિત મેડિકલ કોલેજ, અનાજ માર્કેટિંગ યાર્ડ, પ્રાઇમરી સ્કુલ વગેરે જેવા સરકારી કામોની મુલાકાત લીધી હતી. બ્રિટિશ જમાનાની કલેક્ટ્રેટમાં પહેલીવાર 2 કલાક જેટલી મેરેથોન બેઠક કરીને જિલ્લાનાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરીને લાંબી સમીક્ષા કરી હતી.
આ દરમિયાન નીતિ પંચના ઇંડિકેટરોમાં બહરાઇચ જિલ્લાનાં વિકાસનાં રિપોર્ટની સ્પીડને જોઇને સીએમ યોગી પણ ગદગદ થઇ ગયા હતા. મુખ્યમંત્રીના આકાંક્ષાત્મક જિલ્લાઓ પૈકીનો એક બહરાઇચના વિકાસની ગતિ અને ઝડપથી વધી રહેલ પરિસ્થિતી અંગે મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.