492 વર્ષ બાદ રામ મંદિર પરિસરમાં ઉજવવામાં આવશે દિવ્ય દિવાળી, જાણો આ વખતે શું છે ખાસ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર (Ram Mandir)નું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે અને મંદિર લગભગ સવા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. આ દરમિયાન અયોધ્યામાં દિવાળી (Diwali) ખાસ રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે.
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર (Ram Mandir)નું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે અને મંદિર લગભગ સવા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. આ દરમિયાન અયોધ્યામાં દિવાળી (Diwali) ખાસ રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દરબારમાં દીવડા પણ જગમગશે અને આખા અયોધ્યામાંલગભગ 5.51 દીવા પ્રગટાવવામાં આવશે.
દીવાથી જગમગશે રામલલાનો દરબાર
આ વખતે 492 વર્ષ બાદ પહેલીવાર દિવ્ય દિવાળીનું આયોજન રામ જન્મભૂમિ પરિસરમાં થશે. આ સાથે જ અસ્થાઇ મંદિરમાં રામલલાનો દરબાર અગણિત દીવાની રોશનીથી જગમગાવાશે. આ પહેલાં ઘણી બધી સીમિત દાયરામાં પરિસરમાં દિવાળી ઉજવવામાં આવે છે અને ફક્ત પૂજારી જ દીવો પ્રગટાવી શકતા હતા.
અસ્થાયી મંદિર થશે વિશેષ પૂજા અર્ચના
દિવાળી (Diwali) ના અવસર પર રામલલાના અસ્થાયી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થશે. આ વખતે પન રામની પેડીમાં નવો રેકોર્ડ બનાવવાની તૈયારી છે અને તેના માટે આખા અયોધ્યામાં 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 13 નવેમ્બરના રોજ અયોધ્યામાં હાજર રહેશે.
આ વખતે દેખાશે ત્રેતા યુગના દિવાળીની ઝલક
રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેંદ્ર દાસએ કહ્યું 'આ વખતે દીવાળી રામલલા પરિસરમાં ઉજવવામાં આવશે, આ અદ્રિતિય અને અદભૂત છે. ઘણી એવી ઘટનાઓ થઇ, જેથી પ્રભુ શ્રીરામ રામલલાને 28 વર્ષો સુધી તિરપાલમાં રહેવું પડ્યું. આ વખતે યુગમાં અયોધ્યામાં જેવી દીવાળી ઉજવવામાં આવી, તેની ઝલક જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube