નવી દિલ્હી : આંધ્રપ્રદેશમાં અનંતપુરના સાંસદ જેસી દિવાકર રેડ્ડીનું કહેવું છે કે તેઓ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા સહિતનાં સમગ્ર મોનસુન સત્રમાં સદનમાં હાજર નહી થાય. રેડ્ડી કાલે પણ સદનમાં હાજર રહ્યા નહોતા. ટીડીપીએ વ્હીપ બહાર પાડીને પોતાનાં તમામ સાંસદોને શુક્રવારે તથા સોમવારે સદનમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. રેડ્ડીનું કહેવું છે કે પાર્ટીનાં વ્હીપથી તેમને કોઇ પણ ફરક પડતો નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સંસદીય ક્ષેત્રમાં કાલે રાત્રે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં રેડ્ડીએ કહ્યું કે, આ સામાન્ય વાત છે. સરકાર આપણ ભાંગી પડવાની નથી. હું હિન્દી તથા અંગ્રેજી બોલી શકું તેમ નથી. તેવામાં મારી હાજરી કે ગેરહાજરીથી કોઇ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે એવા પણ ઘણા લોકો છે જેમને અંગ્રેજી સારી રીતે આવડે છે અને સારૂ બોલી પણ શકે છે. મળતી માહિતી અનુસાર આગામી ચૂંટણી માટે અનંતપુર સીટથી ટીકિટ મુદ્દે રેડ્ડી પાર્ટીથી નારાજ છે. સૌથી મહત્વની વાત છે કે રેડ્ડીએ ચૂંટણીમાંથી
સન્યાસ લેવાની પણ જાહેરાત કરી હતી. 

મળતી માહિતી અનુસાર ટીડીપી સુપ્રીમો ચન્દ્રાબાબુ નાયડુ પાર્ટીનેતાઓ સાથે યોજાનારી દૈનિક ટેલિકોન્ફરન્સ દરમિયાન રેડ્ડી સાથે વાતચીત કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરશે. સામાન્ય રીતે પાર્ટી માટે આ એક ખુબ જ મોટો ઝટકો છે કે તેમને પોતાના જ સાંસદ અવિશ્વાસના પ્રસ્તાવ તેમની સાથે નથી.