Diwali 2022: હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીની ઉજવણી 24 તારીખે કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન હણેશ અને કુબેરજીની પૂજા કરવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસ કરે છે. જે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારે ધન-દોલતની કમી આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે જો રાશિ અનુસાર કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ દિવાળીએ રાશિ અનુસાર કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિ અનુસાર શોપિંગ કરો
મેષ રાશિઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોએ દિવાળી પર ચાંદીના વાસણની ખરીદી કરવી જોઈએ. આ સિવાય જો તમે પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો દિવાળીનો સમય તમારા માટે લાભદાયક હશે. 


વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો દિવાળી પર સોનું, ચાંદી કે હીરાની વસ્તુ કે ઘરેણાની ખરીદી કરે. દિવાળી પર આ વસ્તુનું શોપિંગ કરવું વૃષભ રાશિ માટે શુભ છે. 


મિથુન રાશિઃ મિછુન રાશિના જાતકોએ દિવાળી પર સોનાના ઘરેણા ખરીદવા જોઈએ. આ સિવાય દિવાળી પર લીલા કલરની કોઈ વસ્તુ પણ ખરીદી શકે છે. જે તમને શુભ ફળ પ્રદાન કરશે. 


કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોએ દિવાળી પર ચાંદીનું શ્રીયંત્ર ખરીદવું જોઈએ. કહેવામાં આવે છે કે તે શુભ હોય છે અને તેનાથી આખુ વર્ષ માં લક્ષ્મીની કૃપા બનેલી રહેશે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના લોકો જો દિવાળી પર સોનાની ખરીદી કરે તો તેના માટે શુભ રહેશે. જો સોનાની વસ્તુ ખરીદવાનું સંભવ ન હોય તો તમે તાંબાનું વાસણ પણ લઈ શકો છો. 


કન્યા રાશિઃ જ્યોતિષ પ્રમાણે કન્યા રાશિના લોકોએ દિવાળી પર કાંસા કે હાથી દાંતથી બનેલી વસ્તુ ખરીદવી જોઈએ. તેનાથી ધન વૃદ્ધિ થાય છે. 


તુલા રાશિઃ તુલા રાશિના લોકોએ દિવાળી પર સૌંદર્ય સંબંધિત વસ્તુઓ ખરીદવી જોઈએ. 


વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના લોકોએ દિવાળી પર સોનાના આભૂષણો અને સિક્કા અથવા તાંબાના વાસણો ખરીદવા જોઈએ. આ સિવાય હનુમાનજી માટે ચાંદીની ગદા ખરીદવી પણ આ રાશિના લોકો માટે શુભ રહેશે.


ધન રાશિ: ધન રાશિના લોકો દિવાળી પર વાહન ખરીદી શકે છે. જો વાહન ખરીદવાની કોઈ યોજના નથી, તો તમે દિવાળીના દિવસે ચાંદીના ઘરેણાં, વાસણો, ચાંદીના સિક્કા પણ ખરીદી શકો છો.


મકરઃ- મકર રાશિના લોકોએ દિવાળીના દિવસે વાહન અને શણગારની ખરીદી કરવી જોઈએ. આ સિવાય તમે ચાંદી અને સ્ટીલના વાસણો પણ ખરીદી શકો છો.


કુંભ: આ રાશિના લોકો માટે દિવાળી પર ચાંદી અને સ્ટીલના વાસણો ખરીદવું શુભ અને અત્યંત ફળદાયી છે.


મીન રાશિઃ મીન રાશિના લોકો આ દિવાળીમાં ચાંદીના વાસણો કે ઘરેણાં ખરીદે છે. મીન રાશિના લોકો માટે ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube