ધન-સંપત્તિ, સમૃદ્ધિ મેળવવા માટે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખુબ જતન કરે છે. ધનતેરસના દિવસે સુખ-સમૃદ્ધિ આપનારી ચીજો ખરીદે છે. દિવાળી માટે ઘરની સફાઈ, સજાવટ કરે છે. દરવાજા પર દીવા અને રંગોળી સજાવે છે. જેથી કરીને માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે અને હંમેશા વાસ કરે. મનોયોગથી લક્ષ્મી પૂજા કરે છે, આરતી કરે છે, જેથી કરીને માતા લક્ષ્મીને ખુશ કરીને તેમની કૃપા મેળવી શકે. આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રના એવા કેટલાક ઉપાયો વિશે જણાવીએ છીએ કે જે દિવાળીના દિવસે અજમાવવાથી ખુબ લાભ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પર ધન પ્રાપ્તિ માટે કરો આ અચૂક ઉપાય


જલદી અમીર બનવાનો ઉપાય- જો જલદી ધનિક બનવા માંગતા હોવ તો દિવાળીના દિવસે સાંજે વડના ઝાડની જટામાં ગાંઠ મારી દો. તેનાથી આકસ્મિક ધન મળે છે. જ્યારે ધન પ્રાપ્તિ થઈ જાય ત્યારબાદ ગાંઠ ખોલી નાખો. 


આવક વધારવાનો ઉપાય- જો તમે આવક વધારવા માંગતા હોવ તો દિવાળીની સાંજે આખા અડદ, દહી, સિંદૂર કોઈ પણ પીપળાના મૂળિયામાં રાખી દો અને એક દીપ પણ પ્રગટાવો. તેનાથી મનોકામના પૂરી થશે. 


સમૃદ્ધિ મેળવવાનો ઉપાય- જો તમે ઈચ્છતા હોવ કે હંમેશા તમારા ઘરમાં ખુબ ધન સમૃદ્ધિ રહે તો દિવાળીની રાતે ઘુવડની તસવીર તિજોરી પાસે લગાવી લો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને કામકાજમાં ખુબ સફળતા અને ધન આપે છે. 


ગોમતી ચક્રનો ઉપાય- દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ગોમતી ચક્ર પણ રાખો અને તેની પણ પૂજા કરો. ત્યારબાદ આ ગોમતી ચક્રને તિજોરીમાં મૂકી દો. હંમેશા તિજોરી ધનથી ભરેલી રહેશે. 


Video પણ જુઓ...



આ રીતે કરો માતા લક્ષ્મીની આરતી
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાતે લક્ષ્મી માતાની પૂરા ભક્તિભાવથી આરતી જરૂર કરો. આ માટે લક્ષ્મી માતાની પૂજા દરમિયાન ચાંદીની વાટકીમાં કપૂર પ્રગટાવો અને માતા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ધન વૃદ્ધિ થશે અને દરેક કામમાં સફળતા મળશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)