Diwali 2022: 2000 વર્ષમાં પહેલીવાર દિવાળી પર દુર્લભ સંયોગ, સુખ-સંપત્તિ વધારનાર 5 રાજયોગ
Diwali 2022: 23 ઓક્ટોબરના રોજ શનિ મકર રાશિમાં માર્ગી થઇ ચૂક્યો છે. એવામાં શનિની દ્રષ્ટિ ગુરૂ પર રહેશે. એટલા માટે દિવાળીથી લગભગ ત્રણ મહિના બાદ ચાંદીના ભાવમાં ઉછાળો આવશે. બાકી ધાતુઓના ભાવમાં ઉતાર-ચઢાવ રહેશે.
Diwali 2022 Adabhut Sanyog: પંચાંગ અનુસાર દિવાળી દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવસ તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ બે દિવસ એટલે કે 24 ઓક્ટોબરથી શરૂ થઇને 25 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે, પરંતુ માતા લક્ષ્મી પૂજન માટે શુભ મુહૂર્ત 24 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થઇ રહ્યા છે અને 25 ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ પણ લાગી રહ્યું છે. એવામાં દિવાળીનો ઉત્સવ અને માતા લક્ષ્મી પૂજા 24 ઓક્ટોબર 2022 ના રોજ ઉજવવામાં આવશે.
જ્યોતિષ ગણતરી અનુસાર દીવાળી 24 ઓક્ટોબર 2022 ને સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે કારતક અમાવસ સાંજે 5.30 વાગ્યાથી શરૂ થશે. દિવાળીના દિવસે સાંજે લક્ષ્મી પૂજાનો સમયે ચિત્રા નક્ષત્ર રહેશે અને પાંચ રાજયોગ બનશે. આ સાથે જ ત્યારે બુધ, ગુરૂ, શુક્ર અને શનિનો એક દુર્લભ સંયોગ બનશે જોકે 2000 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનવા જઇ રહ્યો છે. તેનાથી આ લક્ષ્મી પર્વ અનેકગણું પુણ્ય ફળદાયી રહેશે તથા આ સુખ-સમૃદ્ધિ આપનાર રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube