Diwali 2022: દિવાળી પર વાસ્તુ અનુસાર રાખો દીવડા, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ, લક્ષ્મીનું થશે આગમન
Vastu Tips for Diwali: દિવાળીનો તહેવાર એટલે દિવાઓનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરને દીવાઓથી શણગારે છે. દીવાના પ્રકાશથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. સાથે જ મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
Vastu Tips for Diwali: દિવાળીના 5 દિવસના તહેવારમાં લોકો ઘરોને સાફ કરે છે. અને ઘરને દિવા અને લાઈટોથી શણગારે છે. લોકો દિવાળી પર દરેક જગ્યાએ દીવાઓ પ્રગટાવીને ઘરને રોશન કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને રાખવાના પણ નિયમો છે. વાસ્તુ અનુસાર જો દીવા રાખવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ વધે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
મા લક્ષ્મી થશે પ્રસન્ન
દિવાળીના દિવસ પર વાસ્તુના નિયમો અનુસાર દીવા યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિની સાથે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. દીવામાં રેડવામાં આવતું તેલ મનુષ્યની નકારાત્મક ભાવના અને તેના આત્માની વાટનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં સળગતા દીવાથી આત્મા શુદ્ધ થાય છે.
દિવાળી પર થાળીમાં રાખઓ આભૂષણ
વાસ્તુના કેટલાક નિયમો અનુસાર જો ઘરમા કોઈ ખાસ દિશામાં દીવા પ્રગટાવવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમે જે થાળીમાં દીવો પ્રગટાવો છો તેમાં સોના કે ચાંદીના દાગીના રાખો. જો ઘરની નજીક મંદિર હોય તો દીવા પ્રગટાવો અને પહેલા ત્યાં લઈ જાઓ, થોડા દીવાઓ મંદિરમાં રાખો. પછી બાકીના દીવાઓ ઘરમાં લાવો અને અલગ-અલગ જગ્યાએ રાખો.
ઈશાન ધ્યાન
દિવાળીનો દીવો પહેલા મંદિર પછી ઘરના પૂજા સ્થાન પર લગાવવો જોઈએ. જો કે પૂજાનું સ્થાન શાન દિશામાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘપમાં પૂજા સ્થળ ઈશાન ખૂણામાં ન બને તો ઘરના ઈશાન ખૂણામાં દીવો લગાવી શકાય.
તુલસીનો છોડ
ઘરના પૂજા સ્થળ પછી બીજો દીવો તુલસીના છોડ પાસે રાખો. જો તુલસીનો છોડ પણ ઈશાન દિશામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના રસોડામાં પણ દીવો રાખવો જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મેળવે છે. ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં પણ દીવો રાખવો જોઈએ.
તેલ વાપરો
ઘરમાં દીવો ચોક્કસ પશ્ચિમ કોણ અને દક્ષિણ દિશામાં પણ રાખવો જોઈએ. દક્ષિણ દિશા યમની માનવામાં આવે છે. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. દિવાળી પર દીવો કરતી વખતે જ તેલનો ઉપયોગ કરો અને વાટ હંમેશા લાંબી હોવી જોઈએ.