નવી દિલ્હીઃ દીવાળીને રોશનીનું પર્વ કહેવામાં આવે છે. ભગવાન રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાની ખુશીને આજે પણ દિવાળીના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ લંકામાં રાવણનો વધ કરી અયોધ્યા પરત ફર્યા હતા. ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામની વાપસી પર અયોધ્યામાં એટલા દીવા પ્રગટાવવામાં આવ્યા કે તારાઓ પણ શરમાઈ જાય. ચારે તરફ દીવા હતા. દરેક લોકો દીવ પ્રગટાવી તેમનું સ્વાગત કરી રહ્યાં હતા. દિવાળીના પાવન દિવસે માં લક્ષ્મી અને ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર દિવાળીના પાવન દિવસે કેટલીક રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આવો જાણીએ દિવાળીના દિવસે કઈ રાશિના જાતકો માટે શુભ દિવસ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
કોઈ સંપત્તિ આવકનું સાધન બની શકે છે.
યાત્રા પર જવાનો યોગ બની શકે છે.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
આ સમયે નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે.


કન્યા રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
નોકરીમાં કાર્યભારમાં વૃદ્ધિ થઈ શકે છે.
કારોબારનો વિસ્તાર થઈ શકે છે.
પિતાનો સાથ મળશે.
ધન-લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોનો સમય શુભ રહેશે.
આ સમયે નવું કાર્ય શરૂ કરી શકો છો.
નવા કાર્યથી લાભ મળવાની આશા છે. 


વૃશ્ચિક રાશિ
આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો.
નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
નાણાની સ્થિતિમાં સુધાર થશે.
 નોકરી અને વ્યાપાર માટે આ સમય શુભ રહેશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે. 


મીન રાશિ
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
કોઈ મિત્રના સહયોગથી આવકમાં વધારો થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માનસિક શાંતિ રહેશે.
વૈવાજીક જીવન સુખમય રહેશે. 
મીન રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક કોઈ દાવો કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube