નવી દિલ્હીઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે રાજધાનીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર વિસ્ફોટક અધિનિયમની કલમ 9બી હેઠળ 5000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા ગોપાલ રાય
દિલ્હી સરકારે સપ્ટેમ્બરમાં એક આદેશ જાહેર કરી આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. છેલ્લા બે વર્ષથી આ પ્રકારનો પ્રતિબંધ છે. ગોપાલ રાયે કહ્યુ કે 21 ઓક્ટોબરે એક જન-જાગરૂકતા અભિયાન 'દીવા પ્રગટાવો ફટાકડા નહીં' શરૂ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ કોંગ્રેસનું લક્ષ્ય, રાહુલ ગાંધીની ભૂમિકા અને સામે ભાજપ, શું હશે ખડગેની રણનીતિ


દિલ્હી સરકાર શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 51000 દીવા પ્રગટાવશે. મંત્રીએ કહ્યું- દિલ્હીમાં ફટાકડાની ખરીદી અને તેને ફોડવા પર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે. ગોપાલ રાયે કહ્યું કે પ્રતિબંધ લાગૂ કરવા માટે 408 ટીમોની રચના કરવામાં આવી છે. 


દિલ્હી પોલીસના સહાયક પોલીસ કમિશનર હેઠળ 210 ટીમોની રચના કરવામાં આવી છે, જ્યારે મહેસૂલ વિભાગે 165 અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે. મંત્રીએ કહ્યું કે ઉલ્લંઘનના 188 મામલા સામે આવ્યા છે અને 16 ઓક્ટોબર સુધી 2917 કિલોગ્રામ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube