Lakshmi Pujan Vidhi Diwali 2022: દિવાળીનો તહેવાર વર્ષના મોટા તહેવારોમાંથી એક છે. આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દિવાળી પર ધનની દેવી માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા થાય છે. આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્ત સાચા મનથી તેમની પૂજા-ઉપાસના અને ઉપાય વગેરે કરે છે. એટલું જ નહીંઆ દિવસ માતા લક્ષ્મીની પ્રિય વસ્તુ તમની પૂજામાં સામેલ કરવા અને પૂજા કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મી મહેરબાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્મી પૂજામાં આ વસ્તુ કરો સામેલ
માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ ખુબ જ પ્રિય છે. માન્યતા છે કે શંખની ઉત્પતિ સમુદ્ર મંથનથી થયેલી હતી. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવી દુર્ગાના હાથમાં દક્ષિણાવર્તી શંખ છે. અત્રે જણાવવાનું કે જે શંખનું મોઢું દક્ષિણ ભાગ તરફ ખુલે છે તેને દક્ષિણાવર્તી શંખ કહે છે. પુરાણો મુજબ માતા લક્ષ્મી અને દક્ષિણાવર્તી શંખ બંને સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થયા છે. 


દિવાળીના દિવસે કરો આ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે દક્ષિણાવર્તી શંખ ઘરે લાવવો શુભ ગણાય છે. 


- એવું કહેવાય છે કે ઘરમાં દક્ષિણાવર્તી શંખ રાખવાથી ધનની ક્યારેય કમી થતી નથી. 


-જ્યોતિષ અનુસાર રાતે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને પૂજામાં રાખી લો. 


- પૂજા બાદ 'ॐ श्री लक्ष्मी सहोदराय नम:' મંત્રનો 108 વાર જાપ કરો. 


- લક્ષ્મી પૂજન બાદ શંખને લાલ રંગના કપડાંમાં લપેટીને તિજોરીમાં રાખી દો. તેનાથી ધનની સમસ્યા નહીં થાય. 


દક્ષિણાવર્તી શંખના લાભ


- ઘરમાં દક્ષિણાવર્તી શંખને રાખવાથી નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી. 


- દક્ષિણાવર્તી શંખ રાખવાથી શત્રુ હાનિ પહોંચાડી શકતા નથી. 


- ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. 


- આર્થિક સંકટથી મુક્તિ મળે છે. 


- શંખનાદથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube