દિવાળીની સાંજે લક્ષ્મી-ગણેશ પૂજન માટે આ છે સમય ઉત્તમ, જાણો પૂજન વિધિ
Diwali Puja ka Time: દિવાળીની સાંજે શુભ મુહૂર્તમાં લક્ષ્મી-ગણેશ પૂજા કરવામાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરે વાસ કરે છે. આજે 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં જાણીએ આજે દિવાળીની પૂજાના શુભ મુહૂર્ત.
Diwali Puja: દિવાળીનો તહેવાર હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ વખતે નાની અને મોટી દિવાળી એક જ દિવસે ઉજવવામાં આવી રહી છે. દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાવસ તિથિને મનાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા પ્રસન્ન થઇને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવી શુભ ગણવામાં આવે છે. આવો જાણીએ લક્ષ્મી-ગણેશની પૂજાનો શુભ સમય.
દિવાળી પૂજનના શુભ મુહૂર્ત (Diwali Pujan Shubh Muhurat 2022)
હિંદુ ધર્મમાં માન્યતા છે કે જોઇ કોઇપણ કામ શુભ મુહૂર્તમાં કરવામાં આવે, તો દેવી દેવતા પ્રસન્ન થઇને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. શુભ મુહૂર્તમાં કરેલા કામ નિર્વિઘ્ને પુરા થાય છે અને દેવતાઓની કૃપા રહે છે. આવો જાણીએ દિવાળી પર પૂજનના શુભ મુહૂર્ત વિશે.
પ્રદોષ વ્રત પૂજા- 24 ઓક્ટોબર સાંજે 5:50 વાગ્યાથી રાત્રે 8:22 મિનિટ સુધી
લક્ષ્મી પૂજા મુહૂર્ત- 24 ઓક્ટોબર સાંજે 6:53 વાગ્યાથી રાત્રે 8:16 મિનિટ સુધી
અભિજીત મુહૂર્ત- 24 ઓક્ટોબર સવારે 11:19 મિનિટથી બપોરે 12:05 મિનિટ સુધી
અમૃતકાળ મુહુર્ત- 24 ઓક્ટોબર સવારે 8:40 વાગ્યાથી રાત્રે 10:16 મિનિટ સુધી
વિજય મુહૂર્ત- 24 ઓક્ટોબર બપોરે 1:36 મિનિટથી બપોરે 2:21 મિનિટ સુધી
ગોધૂલિ મુહૂર્ત- 24 ઓક્ટોબર સાંજે 5:12 વાગ્યાથી 05:36 મિનિટ સુધી
તમને જણાવી દઇએ કે આ વખતે કારતક અમાવસ તિથિ 24 ઓક્ટોબર સાંજે 5:27 મિનિટથી શરૂ થઇ રહી છે. અને 25 ઓક્ટોબર 4:18 મિનિટ સુધી છે. 25 ઓક્ટોબરના રોજ આ વખતે અમાવસ્ય તિથિ હોવાના કારણે 24 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.
લક્ષ્મી-ગણેશ પૂજન વિધિ (Diwali 2022 Puja Vidhi)
દિવાળીની સવારે સૌથી પહેલાં પૂજાનો સંકલ્પ લો. ગણેશજી, લક્ષ્મી માતા અને સરસ્વતીજીની સાથે સાથે કુબેર દેવની પૂજા માટે તેમની મૂર્તિ સ્થાપિત કરો. એક ચોકી પર લાલ કપડું પાથરીને ત્યાં તમામ દેવી દેવતાઓની મૂર્તિ રાખો અને એક-એક કરીને પૂજાની સામગ્રી અર્પિત કરો. ત્યારબાદ દેવી-દેવતાઓની સામે ઘીનો દીવો પ્રગટાવો. ऊं श्रीं श्रीं हूं नम: ની 11 વાર એક માળાનો જાપ કરો. ત્યારબાદ પૂજામાં એક એકાક્ષી નારિયેળ અને 11 કમલગટ્ટે રાખો. શ્રીયંત્ર અને મહાલક્ષ્મી યંક્ષની પૂજા કરો. તમને જણાવી દઇએ કે યંત્રને ઉત્તર દિશામાં પ્રતિષ્ઠાપિત કરો. આખરે દેવી સૂક્તમનો પાઠ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)