નવી દિલ્હીઃ દેશભરમાં દીપના તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભર રોશનીથી જગમગી ઉઠ્યો છે. દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે દેશવાસીઓને દિવાળીઓની શુભેચ્છા આપી અને લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના કરી છે. રાષ્ટ્રપતિ ભવને ટ્વીટ કર્યું- દરેક દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશ અને ઉમંગના આ પવિત્ર તહેવાર પર, આપણે જ્ઞાન અને ઉર્જાના દીપકનું પ્રાગટ્ય કરી જરૂરીયાતમંદ લોકોના જીવનમાં પણ ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. ગુજરાત સહીત દેશમાં લોકો ફટાકડા ફોડી, દીવા પ્રગટાવી તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમના આવાસ પર પહોંચીને દિવાળીની શુભેચ્છા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને બંનેએ એકબીજાને દિવાળીના પર્વની શુભેચ્છા આપી હતી. સાથે તેમણે સંપૂર્ણ માનવતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા આવતીકાલની ઇચ્છા વ્યક્ત કરી. ઉપરાષ્ટ્રપતિ સચિવાયલે અહીં સ્થિત ઉપરાષ્ટ્રપતિ નિવાસમાં બંનેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube