લખનઉ: યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કાવડ યાત્રા દરમિયાન ડીજે અને માઇક પર પ્રતિબંધ લાગશે નહીં. કાવડ યાત્રાને લઇને લખનઉમાં બુધવારે પોલીસ અને વહીવટી અધિકારીઓની બેઠકમાં આ વાત કરી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ અધિકારીઓને કહ્યું કે, કાવડ યાત્રામાં ડિજે અને માઇક પર પ્રતિંબધ લાગશે નહીં પરંતુ ડીજે પર માત્ર ભજન જ વાગશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને આ પણ સૂચના આપતા કહ્યું કે, સંપૂર્ણ કાવડ યાત્રા દરમિયાન પ્રતિબંધિત વર્ગમાં કોઈપણ પ્રાણી કાપી શકાશે નહીં. સીએમ યોગીએ અધિકારીઓથી કહ્યું કે, તેઓ કાવડની વ્યવસ્થા માટે કુંભ આયોજન વિશે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા


તેમણે બધા જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે કે, સમય રહેતા શિવાયલોની વ્યવસ્થા યોગ્ય કરાવો, દરેક શિવાલય પર સુરક્ષાની સાથે જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવો. આ સાથે જ તેમણે કહ્યું કે, કાવડ યાત્રા દરમિયાન કાવડિઓની સુરક્ષાનું ધ્યાન હેલિકોપ્ટર દ્વારા અને તેમના પર પુષ્પ વર્ષા પણ કરાવવામાં આવે.


હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ


કાવડ યાત્રાના સંબંધમાં વીડિયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અને મંડળના પોલીસ અને તંત્રના વરિષ્ઠ અધિકારીઓને આદેશ આપ્યો કે કેટલાક લોકો વાતાવરણ ખરાબ કરવાનું વિચારી રહ્યા છે. તેમનો હેતુ ક્યારેય યાત્રાને સફળ થવા દેવાનો નથી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...