નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધનના નેતાઓ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવવા અને સરકાર પર પ્રહાર કરવામાં ક્યાંક મર્યાદા ચૂકી જતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પહેલાં લાલુ પ્રસાદ યાદવે પ્રધાનમંત્રી મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી અને હવે DMK નેતા એ રાજાએ તો ભગવાન રામને માનવાનો જ ઈનકાર કરી દીધો છે.. એટલું જ નહીં એ રાજાએ ભારતને દેશ માનવાનો પણ ઈનકાર કરી દીધો છે.. જુઓ આ રિપોર્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું ભારતને એક રાષ્ટ્ર નથી માનતો.
આ નિવેદન છે DMK નેતા અને હંમેશા પોતાના નિવેદનથી વિવાદમાં રહેતા એ રાજાનું. લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદિત નિવેદનની જાણે હોડ જામી હોય એમ એક બાદ એક નેતાઓ શબ્દોની મર્યાદા તોડીને બેફામ નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ઈન્ડી ગઠબંધનમાં તો વિવાદિત નિવેદન આપવાની સ્પર્ધા લાગી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય નેતાઓ પર વ્યક્તિગત બેફામ નિવેદન કરતાં કરતાં હવે DMK નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ ભગવાન રામ અને ભારત દેશ વિશે પણ બેફામ વાણી વિલાસ કર્યો. સૌથી પહેલાં તમે એ જાણો કે, એ રાજાએ શું કહ્યું..


આ પણ વાંચોઃ સાહેબ પિતાજીનું અવસાન થયું છે પાસ કરી દેજો, પેપરમાં છાત્રોએ લખ્યા ગજબના બહાનાં


તમિલનાડુ એક દેશ છે
ભારત ક્યારેય એક રાષ્ટ્ર નથી. એક રાષ્ટ્રનો અર્થ છે એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ. ત્યારે જ એક રાષ્ટ્ર બને છે. ભારત એક રાષ્ટ્ર નહીં પરંતુ, એક ઉપમહાદ્વીપ છે. તમિલનાડુ એક દેશ છે. અહીં એક ભાષા, એક સંસ્કૃતિ છે. ઓડિશા, કેરળ, દિલ્લીમાં પણ આવું જ છે. આ તમામ દેશ ભેગા મળીને ભારત બનાવે છે, જે એક ઉપ-મહાદ્વીપ છે. જો તમે કહો છોકે, આ તમારા ઈશ્વર છે અને ભારત માતા કી જય તો અમે એ ઈશ્વર અને ભારત માતાને ક્યારેય સ્વીકાર નહીં કરીએ. કહી દો એમને અમે બધા રામના સત્રુ છીએ. મને રામાયણ અને ભગવાન રામ પર વિશ્વાસ નથી. જય શ્રી રામનો નારો ઘૃણાસ્પદ છે. 


સાધુ સંતોમાં પણ આક્રોશ
DMK નેતા એ રાજાના આ નિવેદન પર સૌથી પહેલાં ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી.. ભાજપના નેતાઓએ એ રાજાના આ નિવેદનને લઈને કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા.. ભાજપે કહ્યું કે, એ રાજાના નિવેદનથી શું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહમત છે..? એ. રાજાનું નિવેદનથી સાધુ સંતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.. અયોધ્યાના સંતોએ નેતાઓના આ પ્રકારના નિવેદન વખોડ્યા છે. એ. રાજાના નિવેદનથી ઈન્ડિયા ગઠબંધન પણ બેકફૂટ પર આવી ગયું છે. ભાજપના નેતાઓ અને સાધુ સંતોના પ્રહાર બાદ ઈન્ડિયા ગઠબંધનના પક્ષોએ એ.રાજાનું નિવેદન અયોગ્ય ગણાવ્યું અને ભગવાન રામને સમગ્ર દેશની આસ્થામય ગણાવ્યા.


આ પણ વાંચોઃ ખેતરમાં ડબલું લઈને ગયેલી દુલ્હન દાગીના લઈ ફરાર! મોટીએ કાંડ કર્યો, નાની બહેનને મોકલો


સરકાર પર પ્રહાર કરવામાં ક્યાંક મર્યાદા ચૂકયા
વિપક્ષી ગઠબંધનના નેતાઓ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવવા અને સરકાર પર પ્રહાર કરવામાં ક્યાંક મર્યાદા ચૂકી જતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.. પહેલાં લાલુ પ્રસાદ યાદવે પ્રધાનમંત્રી મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી અને હવે DMK નેતા એ રાજાએ તો ભગવાન રામને માનવાનો જ ઈનકાર કરી દીધો છે.. હવે જોવું એ રહ્યું કે, લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપ વિપક્ષી ગઠંબધનના આ નિવેદનને કેવી રીતે પોતાનું હથિયાર બનાવે છે.