ચેન્નાઇ : તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) પ્રમુખ એન.કરૂણાનિધીની તબીયત બગડી ગઇ છે. શુક્રવારે મોડી રાત્રે તેમને કાવેરી હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરવાના થોડા જ સમય બાદ તેમને આઇસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર બ્લડ પ્રેશરની પરેશાનીના કારણે તેમને ICUમાં દાખલ કરવા પડ્યા. જ્યાં ડોક્ટર્સની એક ટીમે તેમની સારવાર કરી રહી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ કરુણાનિધિને હોસ્પિટલ પહોંચાડતાની સાથે જ સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, તેમની આંખોમા આંસુ છે અને તેઓ કરૂણાનિધિની તબિયત સુધરે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તેઓ હાથ જોડીને કરુણાનિધિ માટ પ્રાર્થના કરી રહ્યા છે. જો કે પરિસ્થિતીને જોતા તંત્રએ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દીધી છે.



કરૂણાનિધિના પુત્ર એમકે અલગિરી, એમકે સ્ટાલિન અને પુત્રી કનિમોઝી પણ હોસ્પિટલ પહોંચ્યા. ડીએમકે નેતા એ.રાજાએ કહ્યું કે કરુણાનિધિની તબિયત હાલ સ્થિર છે, કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન નહી આપવા માટે અપીલ કરી છે. તમિલનાડુના ગવર્નર બનવારીલાલ  પુરોહિત પણ શનિવારે સવારે કાવેરી હોસ્પિટલ પહોંચ્યા અને કરુણાનિધિની તબિયત પુછી હતી. બીજી તરફ વરિષ્ઠ પત્રકાર ગુરુમુર્તિએ જણાવ્યું કે, કરુણાનિધિને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે. 



કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને મુકુલ વાસનિક પણ કાવેરી હોસ્પિટલ પહોંચ્યા અને એમ.કરુણાનિધિની તબિયત જાણી. બીજી તરફ ડીએમકે નેતા અને કરુણાનિધિની પુત્રી કનિમોઝીએ હોસ્પિટલમાંથી નિકળ્યા બાદ જણાવ્યું કે, કરુણાનિધિની તબિયત સારી છે અને તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે.



મળવા જઇ શકે છે વડાપ્રધાન મોદી
કરુણાનિધિની હાલચાલ જાણવા માટે ઘણા મોટા નેતાઓ તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને મળવા તેમના ઘરે પણ જઇ રહ્યા છે. હવે સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને મળવા માટે તેમના ઘરે જઇ શકે છે. જો કે હવે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.