નવી દિલ્હી: જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ભાજપમાં જોડાઈ ગયા છે. મિથુન ચક્રવર્તીએ પાર્ટીમાં જોઈન થતા જ કહ્યું કે તેઓ કોબ્રા છે. તેમનો આ ડાઈલોગ વિવાદમાં આવી ગયો છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ મિથુન ચક્રવર્તી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી અને તેમની પાસેથી જાણવાની કોશિશ કરી કે તેમણે પોતાને કોબ્રા કેમ ગણાવ્યા? મિથુન ચક્રવર્તીએ આ વાતચીતમાં એવી અનેક વાતો જણાવી કે જે આ પહેલા તેમણે કોઈને કહી નહીં હોય. તેમણે એ પણ જણાવ્યું કે જ્યારે પ્રધાનમંત્રી તેમને મળ્યા તો તેમણે શું કહ્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખાસ વાતચીતમાં મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ જણાવ્યું કે કોરોનાકાળમાં તેઓ 7 મહિના બેંગલુરુમાં ફસાઈ ગયા હતા અને તે દરમિયાન તેમના પિતાનું અવસાન થયું. પરંતુ તેમણે નિયમ તોડ્યા નહીં. તેઓ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા નહીં. જ્યારે આ દરમિયાન તેઓ ગરીબોના ઘર સુધી મદદ પહોંચાડતા રહ્યા. 


મિથુન ચક્રવર્તીએ કહ્યું કે હું જાણું છું કે મારો આ (કોબ્રા) ડાઈલોગ ટ્રેન્ડ  કરી રહ્યો છે. લોકો વિચારી રહ્યા છે કે મિથુન દાએ આવું કેમ કહ્યું? તો હું જણાવી દઉ કે આ એ જ લોકો છે જે મારા વિશે બોલે છે કે 'અહીં મારીશું તો મારી લાશ જઈને સ્મશાનમાં પડશે', ત્યારે કશું નથી થતું. પરંતુ જ્યારે મે કહ્યું કે કોબ્રા બનીને બાઈટ કરીશ તો હાય તોબા મચી ગઈ છે. 


તેમણે કહ્યું કે આજ કાલ બધા લીડર્સ જે કઈ બોલી રહ્યા છે તેને મે એક ડાઈલોગ (હું કોબ્રા છું) માં સમેટી દીધુ છે. 


સંપૂર્ણ વાતચીત માટે જુઓ VIDEO


Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો


Corona Update: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ 9 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, ક્યાં આંશિક લોકડાઉન લાગશે? ખાસ જાણો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube