નવી દિલ્હી : દિલ્હીથી નોએડાને જોડનારા દિલ્હી નોએડા ડાયરેક્ટ (DND) ફ્લાઇવે હાલ ટોલ ટેક્સથી ફ્રી રહેશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનવણી થઇ હતી. કોર્ટે હવેટોલ કંપનીને ઇનકમ ટેક્સની અર્જી અંગે જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. 
ટેક્સ બાકી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું કે, ટોલ કંપની ટેક્સ નથી ચુકવી રહી, જ્યારે તેના પર ટેક્સ બાકી છે. બીજી તરફ ટોલ કંપનીએ કહ્યું કે, ટોલ નહી વસુલીને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તે ટોલ વસુલી નથી શકતી. સુપ્રીમ કોર્ટ હવે આ અંગે 21મી ઓગષ્ટે આ મુદ્દે સુનવણી હાથ ધરશે. 

ગત્ત સુનવણીમાં શું થયું હતું.
ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે CAGના રિપોર્ટ ટોલ કંપની સહિત તમામ પક્ષકારોને આપવા માટેનો નિર્દેશ આપ્યો હતો. ટોલ કંપનીની તરફથી કહેવામાં આવ્યું કે, ટોલ વસૂલી અંગે કોર્ટે પ્રતિબંધના આદેશના કારણે ટોલ કંપનીને રોજીંદી રીતે 50 લાખ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. 

હાઇકોર્ટે ટોલ રદ્દ કર્યો
અલ્હાબાદ હાઇકોર્ટનમાં ડીએનડી અંગે ટોલ રદ્દ કરી દીધો હતો. અલ્હાબાદે ચુકાદો આપતા કહ્યું હતું કે ડીએનડી પર ટોલની બિનકાયદેસર વસુલી થઇ રહી છે. કોર્ટે કહ્યું કે, ખર્ચ કરતા વધારે વસુલી થઇ ચુકી છે. માટે તેને બંધ કરવામાં આવવું જોઇએ.આ મુદ્દે નોએડા ટોલ બ્રિઝ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 2001માં ડીએનડી પર વાહનોની આવન જાવન ચાલુ થઇ ચુકી હતી. 

તે અગાઉ તેને બનાવવા માટે નોએડા તંત્ર અને નોએડા ટોલ બ્રિજ કંપની વચ્ચે સમજુતી થઇ હતી. આ સમજુતીમાં 20 ટકાના નફા સહિત ઘણા એવા પોઇન્ટ્સ છે જે સીધી રીતે કંપનીને ફાયદો પહોંચાડી રહ્યા છે. આ સમજુતીને ખતમ કરીને ડીએનડીને ટોલ ફ્રી કરવા માટે ફોનરવાએ 16 નવેમ્બર, 2012ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટોલ વસુલવા અંગે પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.