Roti Tips: વર્ષમાં આ 3 દિવસે રોટલી ભાણામાં ન લેવી જોઈએ, નહીં તો ખિસ્સામાં ફૂટી કોડી પણ નહીં રહે!
આમ તો સામાન્ય રીતે લોકો રોજ રોટલી ખાતા હોય છે પણ શાસ્ત્રો મુજબ એવા પણ કેટલાક દિવસો હોય છે જ્યારે ઘરમાં રોટલી બનાવવાનું ટાળવું જોઈએ નહીં તો તે મુસીબત નોતરી શકે છે. આ દિવસો કયા કયા છે તે ખાસ જાણો.
આમ તો સામાન્ય રીતે લોકો રોજ રોટલી ખાતા હોય છે પણ શાસ્ત્રો મુજબ એવા પણ કેટલાક દિવસો હોય છે જ્યારે ઘરમાં રોટલી બનાવવાનું ટાળવું જોઈએ નહીં તો તે મુસીબત નોતરી શકે છે. આ દિવસો કયા કયા છે તે ખાસ જાણો.
વાસ્તુમાં રસોઈ ઘરને લઈને અનેક નિયમો અને કાયદા જણાવવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે ઘને ધન ધાન્યથી ભરપૂર રાખવા માટે રસોડામાં લોટ ક્યારેય ખતમ થવા ન દો. વાસ્તુમાં અનાજનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માતા અન્નપૂર્ણાની કૃપા મેળવવા માટે વ્યક્તિ દિવસ રાત આકરી મહેનત કરે છે. જેથી કરીને બે ટંકની રોટલી મળે. પરંતુ શું તમને ખબર છે કે શાસ્ત્રોમાં રોટી અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જી હાં, કેટલાક તહેવારો એવા છે કે જેમાં રોટલી બનાવવાની ના પાડવામાં આવે છે. આવો જાણીએ એવા 5 અવસર કે તમારે ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં.
નાગપંચમી
હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાગપંચમીના દિવસે રસોડામાં રોટલી ભૂલેચૂકે ન બનાવવી. એવી માન્યતા છે કે આ દિવસે પૂરી અને હલવો બનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાગપંચમીના દિવસે ચૂલા પર તવો રાખવો શુભ મનાતું નથી. તવાને નાગના ફેણના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. આથી આ દિવસે તવાને અગ્નિ પર રાખવામાં આવતો નથી.
શરદ પૂર્ણિમા
હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનો દિવસ ખાસ ગણાય છે. શાસ્ત્રોમાં આ દિવસે રોટલી બનાવવાની ના પાડવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રમા 16 કળાએ ખિલ્યો હોય છે અને આ દિવસે સાંજના સમયે દૂધપૌઆ બનાવીને ચંદ્રમાની રોશનીમાં રાખીને પ્રસાદ તરીકે ખાવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. આવામાં રોટલી બનાવવી એ અશુભ મનાય છે.
શીતલાષ્ટમી
આ દિવસે માતા શિતળાની પૂજા થાય છે. શિતલાષ્ટમી એટલે કે શિતળા સાતમના દિવસે માતાને વાસી ખાવાનાનો ભોગ લગાવવામાં આવે છે. આ સાથે જ માતાને ભોગ લગાવ્યા બાદ પોતે પણ વાસી ખાવાનું જ ખાવાનું હોય છે. આ દિવસે સૂર્યોદય પહેલા માતાને ભોગ લગાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસે તાજુ ભોજન બનાવવાની અને ખાવાની મનાઈ ફરમાવી છે. આવામાં પોતે પણ વાસી ભોજન કરવાનું હોય છે.
ભાણામાં 3 રોટલી એક સાથે ક્યારેય ન પીરસવી જોઈએ, આ પાછળનું કારણ ખાસ જાણો
ફેબ્રુઆરી રાશિફળ: આ 5 રાશિના જાતકો માટે શુભ છે મહિનો, ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવશો
50 વર્ષે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશીઓનું ભાગ્ય ખૂલી જશે, તિજોરી પડશે નાની
પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો
ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવે છે કે પરિવારમાં કોઈનું પણ મૃત્યુ થાય તો ઘરમાં રોટી બનાવવામાં આવતી નથી. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે તેરમી સંસ્કાર બાદ જ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે.
માતા લક્ષ્મીના તહેવાર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે તહેવાર પર માતા લક્ષ્મીની પૂજા થાય છે તે દિવસે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવતી નથી. આ તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર પણ સામેલ છે. આ દિવસે સાત્વિક ભોજન, પૂરી, મીઠાઈ, હલવો વગેરે બનાવીને ખાવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે રોટલી બનાવવાથી બચવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube